News of Friday, 8th November 2024
ઝીંઝુવાડા વિસ્તારમાં એસએમસીના દરોડા બાદ ૫ પોલીસ સસ્પેન્ડ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૮ : તાજેતરમાં એસએમસી દ્વારા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં દારૂ જુગાર સહિતની પ્રવળત્તિઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં પાંચ પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.જેથી શૈલેષ કઠેવાડીયા, મયુર ચાવડા, સુરેશ વાઢેર, સંદીપ મકવાણા, સંજય વલાણીની તાપી,દાહોદ,પોરબંદર,અમરેલી,જુનાગઢ જિલ્લામાં બદલી કરી દેવાય હતી ત્યારબાદ આજે તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે
નામચીન બુટલેગરની કલબ ઉપર એસએમસીના દરોડા બાદ દસાડા ખાતે પોલીસ તંત્રની કામગીરી નબળી જાહેર થઈ હતી અને તેના ભાગ સ્વરૂપે પાંચ પોલીસની બદલી કરવામાં આવી હતી જેને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ પોલીસ બેડામાં ભારે ખળભળાટ સર્જાયો છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
