<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ગોંડલમાં ગીતાબા જાડેજા પરિવાર દ્વારા તુલસી વિવાહઃ ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિતના ઉપસ્‍થિત રહેશે

તા. ૧ર ને મંગળવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૮: ગોંડલ ખાતે ધારાસભ્‍ય ગીતાબા તથા પુર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા ભગવાનશ્રી ઠાકોરજી (શાલીગ્રામ) વિવાહ નો અલૌકિક અવસર તા.૧૨ મંગળવાર નાં યોજાનાર છે.

આ પ્રસંગે તા.૧૨ સાંજે ચાર કલાકે વાછરા ગામ થી શાલીગ્રામ ભગવાન ની જાન નું આગમન થશે.કોલેજચોક થી શણગારેલા હાથી,ઘોડા,ઉંટ,બગી,અને રથ,ભજન તથા રાસ મંડળીઓ અને હજારો લોકોની હાજરી સાથે જાન આશાપુરા રોડ,અક્ષરધામ સોસાયટી સ્‍થિત ધારાસભ્‍ય નાં નિવાસસ્‍થાન ગીતાવીલા ખાતે પંહોચશે.જ્‍યાં સાંજે ૬.૩૦ કલાકે હસ્‍તમેળાપ સાથે શાલીગ્રામ ભગવાન અને ભગવતી તુલશીમાતા નો વિવાહ ધામધૂમપૂર્વક સંપન્ન થશે.બાદમાં રીવર સાઇડ પેલેસ ખાતે ભોજન  સમારોહ તથા રાત્રે કોલેજચોક, સંગ્રામસિંહ હાઈસ્‍કૂલ નાં મેદાન માં લોકડાયરા નું આયોજન કરાયું છે.

લગ્નોત્‍સવ માં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ,કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,રાજ્‍ય નાં ગળહમંત્રી હર્ષ સંઘવી,કેબીનેટ મંત્રીઓ કુવરજીભાઇ બાવળીયા,ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઇ પટેલ, પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રુપાણી,ગુજરાત સરકાર નાં ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા,સાંસદ પરસોતમભાઈ રુપાલા,પુનમબેન માડમ,રામભાઈ મોકરીયા સહિત ઉપસ્‍થિત રહી જાન નાં પ્રોશેસન માં જોડાનાર છે.

ગોંડલ માં પ્રથમવાર જ તુલશીવિવાહ નું ભવ્‍ય અને અદકેરું આયોજન કરાયુ હોય શહેરભર માં ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે

(11:58 AM IST)