હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દ્વી શતાબ્દી મહોત્સવનો પ્રારંભઃ હરિભકતોનો પ્રચંડ પ્રવાહ વડતાલ ધામમાં
પ્રથમ દિવસે પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન પૂ.દેવપ્રકાશ સ્વામી સહિતનાની ઉપસ્થિતિમાં ૮ કિ.મી. લાંબી પોથીયાત્રા-શોભાયાત્રા નિકળી

રાજકોટ, તા. ૮ : વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવઃ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થધામ વડતાલ ખાતે આજ ગઇકાલેથી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે. ભગવાન સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવન ચરણરજથી અંકિત થયેલી અક્ષરધામ તુલ્ય દિવ્યભૂમિ વડતાલમાં તારીખ ૭થી તારીખ ૧૫ નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના લાખો હરિભક્તોનો પ્રચંડ પ્રવાહ વડતાલધામ તરફ શરૂ થયો છે.
દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા - પોથીયાત્રા તથા કળશયાત્રાની તથા મહોત્સવના શુભારંભે માહિતી આપતા મુખ્ય કોઠારી ડૉક્ટર સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, આ શતાબ્દી મહોત્સવનો શુભારંભ નથી, આ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સુવર્ણયુગ નો શુભારંભ છે. આપણે ભાગ્યશાળી છીએ કે આ ઘટનાના આપણે સાક્ષી છીએ.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કાલે ગુરૂવારના રોજ વહેલી મહેળાવથી શરૂ થયેલ શોભાયાત્રા આઠ કિલોમીટરનો પથ કાપી સભા મંડપમાં પહોંચી એ પહેલા ઠેર-ઠેર યાત્રાનું પૂજન અને સ્વાગત થયું હતું.
આ પોથીયાત્રા કળશયાત્રા તથા શોભાયાત્રામાં પ.પૂજ્ય આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી, કથાના વક્તા જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) તથા નિત્યસ્વરૂપ સ્વામી (સરધારધામ) સહિત સંપ્રદાયના વડીલ સદગુરુ સંતો-મહંતો તથા વડતાલ - ગઢડા જુનાગઢ ધોલેરા સહિત અનેક ધામોથી થી પધારેલા સંતો જોડાયા હતા.
આ ઉપરાંત પૂજ્ય ગાદીવાળા માતળતથા સાંખ્યયોગી માતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અનેક મહિલા મંડળો*પંચેશ્વર મહિલા મંડળ, ભુલેશ્વર મહિલા મંડળ, મહિલા મંડળ ભુજ, મહિલા મંડળ કલાકુંજ અને ૫ હજાર પોથીવાળા બહેનો, ૫ હજાર કળશવાળા બહેનો તથા અન્ય દેશ વિદેશથી પધારેલાસ્ત્રી અને પુરુષ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સમગ્ર પોથીયાત્રામાં ૧૦ બગીઓ, અનેક શણાગરેલ ટ્રેક્ટરો, ૪ ગજરાજ, ૩૦ ઘોડા, ઉપરાંત રામચંદ્ર મ્યુઝીક બેન્ડ, ગોધરા મંદિર બેન્ડ, વીરસદ સત્સંગ મંડળ, નાસીક ઢોલ, બોદાલ ઢોલ, હિમંતનગર બેન્ડ, ભૂંગળવાળા ૨ મંડળ, જ્ઞાનબાગ ભજનમંડળ ઉપરાંત પોથીયાત્રામાં લશ્કરની તોપ (ભુજ) આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
પૂજ્ય મહારાજ આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે આ યાત્રાના શુભારંભ સાથે શરૂ થયેલ થઈ રહેલી દ્વીશતાબ્દી મહોત્સવમાં સેવા કરવા દેશ-વિદેશથી પધારેલ હરિભક્તો ઉપર લક્ષ્મીનારાયણ દેવ હરિકળષ્ણ મહારાજ આદિક દેવોની કળપા અનરાધાર, અવિરત અઢળક વરસતી રહે એવી હું શ્રીહરીને પ્રાર્થના કરું છું. આ પોથીયાત્રા વાજતે ગાજતે દબદબાભેર બપોરે સભામંડપ સ્થળે પધારી હતી. અને પૂજ્ય મહારાજઅને સંતોએ દીપ પ્રાગટય કરી અને મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.
આ સમગ્ર મહોત્સવ દરમ્યાન સત્સંગીઓને બે કથા પારાયણનો રોજ લાભ મળશે. જેમાં સવારના સત્રમાં જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) શ્રીજી પ્રસાદી મહાત્મ્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે. અને બપોરના સત્રમાં પૂ.નિત્યસ્વરૂપ સ્વામી (સરધારધામ) શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું રસપાન કરાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
