<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ખંભાળીયામાં ૩૮ વર્ષ પહેલા ૧૯૮૬માં લોહાણા જ્ઞાતિના સમુહ ભોજન પ્રસાદીની શરૂઆત થઇ'તી

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ૮  : ૩૮, વર્ષ પહેલા ૧૯૮૬ના વર્ષમાં ખંભાળીયામાં લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન પ્રસાદીની શરૂઆત થઈ હતી.

ખંભાળીયા...જ્ઞાતિ ભોજનની ખુબજ લાંબી કારકીર્દી ધરાવે છે.

પ્રથમ નાત એવી સફળ થઈ હતી કે તેમાંથી પ્રેરણા મેળવીને આ પાવન દિવસે કાયમી ધોરણે ગામો ગામ અને દેશ પરદેશમાં જ્ઞાતિ ભોજન શરૂ થવા લાગ્‍યા હતા.

૧૯૮૬માં ભારતમાં રહેવાનું મારૂ છેલ્લુ વર્ષ હતુ. ૮૭ થી હું યુકે માં સેટલ થવાનો હતો.લોહાણા યુવક પરિવારમાં હું સેક્રેટરી હતો અને પ્રથમ નાત ના સંચાલનની સંપૂર્ણ જવાબદારી મને સોંપી હતી.૯૩ સ્‍વયંસેવકો નુ ટીમવર્ક હતું અને બાપાના આશીર્વાદ ખુબજ ફળ્‍યા હતા. લોહાણા જ્ઞાતિના તમામ વેપારીઓએ અર્ધો દિવસ દુકાનો બંધ રાખીને નાત ની વ્‍યવસ્‍થાઓ માં જોડાય ગયા હતાં.પ્રથમ વખત થઈ રહેલ નાત નો એક અનેરા ઉત્‍સાહનો માહોલ દરેક જ્ઞાતિજનો માં છવાય ગયો હતો.

રાજકોટ થી શેઠશ્રી વળંદાવન ધનજી બરછાના આખા પરિવારે ખાસ હાજરી આપી હતી અને પ્રેરણા અને પ્રોત્‍સાહન આપીને જણાવ્‍યુ હતુ કે હવે શરૂ થયેલ આ પાવન કાર્ય આટોપાવુ ન જોઈએ દર વર્ષે નાત ચાલુ રાખશો.

અને આજે તેમના શબ્‍દો સાર્થક થયા છે એટલુજ નહિ પછીથી તેમના નામે બનેલી નવી મહાજન વાડીમા જલારામ જયંતિ ના દિવસે પ્રસંગ ઉજવવામાં  આવી રહ્યા છે.આજના પાવન પર્વે સર્વ જ્ઞાતિજનો ને હાર્દિક શુભેચ્‍છા અને લોહાણા મહાજન ટ્રસ્‍ટ તેમજ લોહાણા મિત્ર મંડળના કાર્યકરોને ખૂબ ખૂબ ધનયવાદ કે તેઓ આ જ્‍યોત ને ખુબજ સુંદર રીતે દીપાવી રહ્યા છે. તેમ જગદીશભાઇ ગણાત્રા (યુકે)એ જણાવ્‍યું છે

(1:36 PM IST)