<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

જેતપુરમાં જલારામ મંદિરે પુ. જલારામ બાપાની રરપ ની જન્‍મ જયંતીની ઉજવણી

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૮: આજે પૂજ્‍ય સંત શ્રી જલારામ બાપાની  ૨૨૫ મી જન્‍મ જયંતી નિમિત્તે જુનાગઢ રોડ ખાતે આવેલ જલારામ મંદિર ને ધજા પટાકા તેમજ રોશની થી જળહળી જ કરવામાં આવેલ છે મંદિરના પરિસરમાં રંગોળી બનાવવામાં આવી છે.  ગતરોજ જૂનાગઢથી આવેલ પદયાત્રીકો માટે બપોરે ઙ્કસાદનું આયોજન કરવામાં આવેલ હતું આજે  સવારે ષોડશોપચાર થી પૂ. બાપાની પૂજન વિધિ વિદ્વાન શાષાી દ્વારા કરવામાં આવેલ બપોરે અન્‍નકૂટ ધરાવવામાં આવશે સાંજે સમૂહ પ્રસાદ માં શહેરના બહોળી સંખ્‍યામાં લોકો લાભ લેશે રાત્રે અખંડ રામધૂન બાદ ૧૨ કલાકે મહા આરતી કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના તમામ ટ્રસ્‍ટીઓ તેમજ સેવક ગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:10 PM IST)