<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

અમરેલી જિલ્લામાં ખેડૂતોને અતિવૃષ્‍ટિમાં સહાય આપવા કોંગ્રેસનું આવેદન

પ્રતાપભાઇ દુધાતની આગેવાનીમાં કલેકટર સમક્ષ રજુઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૭ :  અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઇ દુધાતની આગેવાનીમાં અમરેલી કલેકટરના માધ્‍યમથી રાજયપાલશ્રીને આવેદન પત્ર પાઠવીને ખેતી અને ખેડૂતોને અતિવૃષ્‍ટિના કારણે થયેલ દરબારીમાં તાકીદે સહાય આપવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે છેલ્લા ઓગસ્‍ષ્‍ટ મહિનાથી અને વર્તમાન ચાલુ માસ સુધી અમરેલી જિલ્લામાં કુદરતી વરસાદની આફતોએ પાકનો તથા ખેડુતોના ખાતર બિયારણનો સંપૂર્ણપણે નાશ થયેલ હોય, સરકારશ્રી તરફથી આવરનવાર લેખીત-મૌખિક ખેડૂતોને તથા નુકશાન ભોગવનારાઓને તત્‍કાલ સર્વે કરી વળતર આપવા માંગણી કરેલ હતી પરંતુ કોઇ અકળ કારણોસર સમગ્ર રાજયનાં ખેડૂતોને ખેત આધારીત નુકશાનનું વળતર માત્ર ઓગસ્‍ટ માસમાં જે થયેલ તેનું જાહેર પેકેજ સરકારશ્રીએ કરી ખેડૂતોની ક્રુ મજાક કરી છે. ત્‍યારે આ અંગે અમરેલી જિલ્લામાં તમામ ગામોના સમગ્ર ખેડૂતો આ સંદેર્ભ તત્‍કાલ ખેત આધારિત તથા અતિવૃષ્‍ટિના કારણે નુકશાન પામેલ નાના વેપારીઓના જાનમામલને પણ સર્વેક રી તત્‍કાલ વળતર ચુકવાવ માંગી છે.

ઓગષ્‍ટ માસથી આજદિન સુધી સમગ્ર તાલુકામાં ખેતી આધારિત અતિવૃષ્‍ટિના કારણે નુકશાનીનું કોઇ સર્વે થયો હોય તેવું લાગતુ નથી. સરકારના પદાધિકારીઓ માત્ર સરકારની વાહ-વાહી માટે અને પોતાની ચાપલુસીમાં રત હોવાને કારણે હંમેશા આ અમરેલી જિલ્લાને છેલ્લા ત્રણ વર્ષથી અન્‍યાય થયો છે જેથી તત્‍કાલ અમરેલી જિલ્લાના ખેડુતોને તથા નાના મધ્‍યમ વેપારીઓને નુકશાનીનું વળતર ચુકવાઇ તેવી અમારી માંગણી છે.

ખેડૂતોના મોંઘા ભાવના ખાતર-બિયારણો, મજુરી વગેરે સદંતર નિષ્‍ફળ ગયા છે. પરીણામે કારમી મોંઘવારીમાં નાના-માધ્‍યમ ખેડુતો અને વેપારીઓને જીવન જીવવવું દુષ્‍કર બન્‍યુ છે. પ્રજાના હામી હોવાનો ખોટો ડૂભ ઉભો કરી માત્ર વાહ-વાહી લૂટીને સરકાર ખેડુતો અને લોકોની ક્રુ મશ્‍કરી કરવાનું બંધ કરે અને યોગ્‍ય વળતર તત્‍કાલ ચુકવાઇ તેવી કાર્યાવહીક રી તેવી અમારી માંગણી છે.

તાલુકા લેવલે હાલ રેશનીંગ કાર્ડમાં કે.વાઇ.સી. ની પ્રક્રિયા થઇ રહી છે. પરિણામે દૂર વિસ્‍તારના ગામોમાંથી ખેડુતો અને ગ્રામજનોને પારાવાર મુશ્‍કેલી ઉભી થઇ રહી છે. લાઇનમાં ઉભુ રહી આખો દિવસ ખેતીની મંજુરી ગુમાવી અને આ કામગીરી માટે તાલુકા લેવલે જે મુશ્‍કેલી ઉભી થઇ રહી છે તેનું તત્‍કાલે નિવારણ કરી ગ્રામ્‍ય લેવલે  વી.સી.ઇ. મારફત કે વાઇ.સી.ની કામગીરી ગામમાં જ થાય તેવી કામગીરી કરવા અમારી માંગણી છે.

નવી રવી ફસલ માટે ખાતર બિયારણોની તંગી ના પડે તે અંગે તાલુકા અને ગ્રામ્‍ય લેવલે મંડળી મારફત તત્‍કાલ ખાતર-બિયારણની વ્‍યવસ્‍થા ઉભી થાય તેવી કાર્યવાહી કરવા પણ માંગણી છે.

(1:58 PM IST)