<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

આજના સમયમાં મહિલાઓ સ્‍વબચાવ માટે કરાટે શીખે : પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન

પોરબંદરના સત્‍યનારાયણ મંદિરમાં મહિલાઓ માટે કરાટે-વ્‍યાયામ વર્ગનો પ્રારંભ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૮:  સત્‍યનારાયણ મંદિર હોલ ખાતે મહિલાઓ માટે કરાટે અને વ્‍યાયમ વર્ગનો પ્રારંભ થયો છે.

દીકરીઓ -મહિલાઓ શારીરિક રીતે અને માનસિક રીતે મજબૂત થઇ, ભવિષ્‍યમાં આવનારી પરિસ્‍થિતિ માં સજાગ રહેવા કોઈપણ સંજોગોમાં આવતી તકલીફો નો સામનો કરી શકે (સેલ્‍ફ ડિફેન્‍સ ) તેવા હેતુ સરના સત્‍ય નારાયણ મંદિર ખાતે ના પરિસર માં દીકરીઓ - મહિલાઓ  માટે  કરાટે અને   વ્‍યાયામ  ના વર્ગો નો પ્રારંભ કરવા માં આવેલ હતો.  

સત્‍ય નારાયણ મંદિર ના મુખ્‍ય ટ્રષ્ટિ શ્રી ભરત ભાઈ માંખેચા એ  મંદિર ની સામાજિક, આધ્‍યાત્‍મિક, શૈક્ષણિક, આરોગ્‍ય લક્ષી અને સેવલક્ષી પ્રવળત્તિ ની વિકાસ યાત્રા યાત્રા સાથે  પ્રવુતિ ઓ ની રૂપ રેખા પ્રસ્‍તુત કરી ઉપસ્‍થિત મહાનુભાવો  ને ઉસ્‍મા વષા સાથે  આવકાર આપ્‍યો છે.  સત્‍ય નારાયણ મંદિર ના ટ્રસ્‍ટી શ્રીમતિ શિલા બેન માંખેચા એ  જણાવ્‍યું હતું કે સત્‍ય નારાયણ હોલ ખાતે અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે ૬થી ૭ વાગ્‍યાં સુધી આ વર્ગો રાખવામાં આવેલ છે પોરબંદર ના એક્‍સ સ્‍ટ્રીમ ફિટનેશ જિમ ના પ્રણેતા કેતન ભાઈ કોટીયા ના માર્ગદર્શન હેઠળ અનુભવી ટ્રેનર બહેનો દ્વારા કરાટે અને વ્‍યાયામ  શીખ વાળવામાં આવશે દીકરીઓ અને મહિલા ઓ માટે ના કરાટે અને વ્‍યાયામ ના વર્ગો ની  ભૂમિકા આપી હતી દીકરીઓ - મહિલાઓ  ને જોડાવા આહવાન કર્યું હતું

 સત્‍ય નારાયણ મંદિર ના પરિસર માં યોજાયેલ  કરાટે  -વ્‍યાયામ તાલીમ વર્ગો ના સમારોહ માં પોરબંદર  ઇસ્‍કોન મંદિર ના પૂજ્‍ય નદકિશોર પ્રેમ પ્રભુ જી, પોરબંદર ગોઢાણીયા બી. એડ કોલેજ ના કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા,  એક્‍સ સ્‍ટ્રીમ જિમ ના શ્રી કેતન ભાઈ કોટીયા, સત્‍ય નારાયણ મંદિર ના મુખ્‍ય ટ્રષ્ટિ શ્રી ભરત ભાઈ માખેચા, ટ્રષ્ટિ શ્રી શિલા બેન માખેચા ની ઉપસ્‍થિતિમાં પોરબંદર ની નગર પાલિકા ના પ્રમુખ ડો ચેતના બેન તિવારીએ  આવર્ગો નો દીપ પ્રાગટય વડે  ખુલો મુકયો હતો.  અતિથિ પદે ઉપસ્‍થિતિ રહેલ ઇસ્‍કોન મંદિરના શ્રી નદકિશોર પ્રેમ પ્રભુ જી એ    વિદેશ ના આફ્રિકા  અને પુરાણો ના વિવિધ ઉદાહરણો આપી મહિલાઓ  શારીરિક માનસિક અને આધ્‍યાત્‍મિક રીતે મજબૂત બને તે માટેના આવા કાર્યક્રમો થવા જોઈએ  ગોઢાણીયા બી એડ કોલે જ કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા બેટી પઢાવો, બેટી બચાવો સૂત્ર ને  વેગવાન બનાવવા સમય સાથે તાલ મિલાવે તેજ તાલીમ કહેવાય તેમણે

આ કાર્ય કર્મનું સંચાલન સત્‍ય નારાયણ મંદિર ના  ઋષિકુમાર બાલ કળષ્‍ણ રાજ્‍ય ગુરુ એ તથા આભાર દર્શન મંદિરના મેનેજર શ્રી જયન્‍ત ભાઈ મોઢા એ કરી હતી. કાર્ય ક્રમ માં સમાજ શ્રેષ્ટિ  વિજય ભાઈ ઉન્નડકટ, વિપિન ભાઈ કક્ક્‌ડ,  વજુભાઇ દાવડા શ્રી શિલ્‍પા બેન, શહેર ના  પ્રભુદ્ધ નાગરિકો સહીત ભાઈ બહેનો બહોળી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

(1:58 PM IST)