હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરમાં ડોક્ટર સાથે હનીટ્રેપની ઘટના : યુવતીએ ડોક્ટરને ફસાવ્યો :નગ્ન વીડિયો બનાવી બ્લેકમેલિંગ કર્યું
યુવતીએ ફરિયાદી ડૉક્ટરને ઘરે બોલાવી કેફી પીણું પીવડાવી બેભાન અવસ્થામાં નગ્ન વીડિયો બનાવી લીધો

ભાવનગર શહેરમાં હની ટ્રેપની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરમાંથી હની ટ્રેપનો એક કિસ્સો બહાર આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે ભાવનગરમાં એક યુવતીએ ડૉક્ટરને હની ટ્રેપમાં ફસાવ્યો હોવાનું સામે આવ્યું છે.
યુવતીએ ફરિયાદી ડૉક્ટરને ઘરે બોલાવી કેફી પીણું પીવડાવી બેભાન અવસ્થામાં નગ્ન વીડિયો બનાવી દીધો હતો. ત્યારબાદ યુવતીએ ડૉક્ટરને વીડિયો બતાવીને બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. આ કિસ્સો શહેરના ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે. આરોપી યુવતીએ ફોટા- વીડિયો બનાવી ડૉક્ટર પાસે પાંચ લાખ રૂપિયા અને ફોરવીલ કારની માંગ કરી હતી. એટલું જ નહીં પરંતુ જો રૂપિયા આપવામાં ન આવે તો આ વીડીયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી. જેથી ડૉક્ટરને આ તમામ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, ઘણા લાંબા સમયથી ડૉક્ટર અને યુવતી સંપર્કમાં હતા. જેમાં થોડા દિવસ પહેલા નગ્ન વીડિયો બનાવીને બ્લેકમેલન શરૂ કર્યું હતું. આરોપી યુવતી પોલીસ હાથવેંતમાં હોવાનું જણાવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, આરોપી યુવતીએ ડોક્ટરને ઘરે બોલાવી કેફી પીણું પીવડાવી બેભાન કર્યા હતા. ત્યારબાદ નગ્ર હાલતમાં ડૉક્ટરનો વીડિયો બનાવી લીધો હતો. જેના આધારે યુવતી ડૉક્ટર પાસે પૈસા અને ગાડીની માંગણી કરી રહીં હતી. જે મામલે અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
