News of Friday, 8th November 2024
હળવદમાં 225 ની પુ.જલારામ જયંતિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
જલારામ જયંતિ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા, જલારામ ચરિત્ર, આરતી, મહાપ્રસાદ,સહિતના વિવિધ કાર્યક્રમો ઉજવાયા

હળવદ લોહાણા મહાજન વાડી ખાતે જલારામ મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી,જલારામ જયંતિ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા, જલારામ ચરિત્ર, આરતી, મહાપ્રસાદ,સહિતના વિવિધ કાર્યક્રમો રંગે ચંગે ઉજવણી કરાઈ હતી
હળવદ લુહાણા મહાજન વાડી ખાતે પરમ પૂજ્ય જલારામ બાપાની 225 ની જન્મ જયંતી ઉજવણી મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જલારામ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા ત્યારબાદ જલારામ ચરિત્ર મહા આરતી આતશબાજી ,કેક કટીંગ, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સંત શિરોમણી પરમ પુજ્ય શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતી નિમિત્તે હળવદ લોહાણા મહાજન વાડી ખાતેથી ભવ્ય ભવ્ય શોભાયાત્રા વાજતેગાજતે શહેરના રાજમાર્ગો નિકળી હતી
જેમાં સમસ્ત જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિવિધ સ્થળે શોભાયાત્રા નું સ્વાગત તેમજ જલારામ બાપાનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ મહા આરતી જલારામ ચરિત્ર મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યું હતું રઘુવંશી યુવા ગ્રુપ પ્રમુખ વિજયભાઈ અનડકટ ના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સફળ બનાવવા રઘુવંશી યુવા ગ્રુપ, રઘુવંશી મહિલા મંડળ, તેમજ સમાજના શ્રેષ્ઠિઓ આગેવાનો ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
