News of Friday, 8th November 2024
કચ્છના રાપર નજીક મીની વિરપુર જલારામ મંદિરે ૨૨૫ મી જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ચિત્રોડ રાપર માર્ગ પર આવેલ બાદરગઢ પાટીયા જલારામ મંદિર ખાતે ભવ્ય ઉજવણી

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : “દેને કો ટુકડા ભલા લે ને હરી કા નામ”નુ સુત્ર સાર્થક કરનાર માનવ સેવા ને વરેલા વિરપુર ના સંત શ્રી જલારામ બાપાની આજે 225 મી જન્મ જયંતિ નિમિત્તે રાપર તાલુકામાં છેલ્લા ત્રીસ વર્ષ થી મીની વિરપુર તરીકે પ્રખ્યાત રાપર તાલુકાના ચિત્રોડ રાપર માર્ગ પર આવેલ બાદરગઢ પાટીયા જલારામ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે આરતી ધુન રાસ ગરબા મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ઉપરાંત ભો તળીયે જલારામ બાપાની ભવ્ય આબેહૂબ પ્રતિકૃતિ આરચી કારીયા કૃપા બૈન ચંદે સાક્ષી બેન ચંદે હિરલ ચદે વિગેરે દ્વારા બનાવવા મા આવેલ બપોર બાર વાગ્યે 225 દિવડા ની આરતી સાથે જલારામ બાપાના આજન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી બપોરે મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરીલાલ લાલજી જોબનપુત્રા રાપર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
સમગ્ર આયોજન જલારામ સત્સંગ સેવા મંડળ નાઅંબાવીભાઇ કે.વાવીયા દિનેશ ચંદે વિશનજીભાઇ પુજારા નવિન ભાઇ ચંદે લાલજી નાથાણી કલ્પેશ રાજદે રાજેશ પુજારા તુલસી ભાઇ ચંદે ઉમેદ ચંદે સંજય કારીયા કમલેશ ચંદે દિક્ષિત કારીયા ભાવિન ચંદે ચંદ્રેશ મજીઠીયા ગોપાલ ભાઇ માણેક હિરેન મિરાણી રાહુલ કારીયા ભરત ચંદે રોહિત ઠકકર મનોજ ચંદેહરેશ મજીઠીયા વિગેરે એ જહેમત ઉઠાવી હતી
ઉપરાંત રાપર શહેર મધ્યે દરીયાસ્થાન મંદિર ખાતે થી સાંજે ચાર વાગ્યે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું આજે બાદરગઢ જલારામ મંદિર ખાતે ભરત રાજદે વિનુભાઈ થાનકી કેશુભા વાઘેલા વિપુલ રાજદે રાજેશ ચંદે અશોક રાજા જીગર ચંદે હસમુખભાઇ ચંદે વિગેરે રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
