ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
તા. ૧૪ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૨ શુક્રવાર
વાંકાનેર પાસે નિર્માણધીન શ્રીરામધામ ખાતે કાલે જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં મિટીંગ
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રઘુવંશી આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહેશેઃ ટ્રસ્ટી મંડળ

(લિતિેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૯: વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે નિર્માણધિન શ્રીરામધામ (જાલીડા) ખાતે આવતીકાલે તા.૧૦ને રવિવારના રોજ સાંજે ચાર કલાકે શ્રી રામધામના સ્વપ્ન દ્રષ્ટા અને લોકલાડીલા ધારાસભ્યો શ્રી જીતુભાઇ સોમાણીના અધ્યક્ષ સ્થાને એક અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવેલુ છે તો સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના તમામ રઘુવંશી પરીવારોએ સહ પરિવાર સાથે ઉપસ્થિત રહેવા હાકલ કરી છે.
આ મીટીગમાં શ્રીરામધામની પાવન ભુમી પર ઋષિમુનિઓએ જયાં તપસ્યા કરી હતી તેવુ શ્રી રામેશ્વર મહાદેવનું ૪૦૦ વર્ષ પુરાણુ મંદીર હતું. તે જ સ્થળે તાજેતરમાં બે કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવતા ત્યાં શ્રી રામેશ્વર મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા, આગામી દિવસોમાં સમસ્ત રઘુવંશી પરિવારો માટે સ્નેહમિલન, શ્રીરામધામ નિર્માણનું ખાતમુર્હુત સહીતની ચર્ચા-વિચારણા માટે તા. ૧૦ ને રવિવારે સાંજે ૪ કલાકે તમામ રઘુવંશી પરિવારોને અચુક ઉપસ્થિત રહેવા શ્રી રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
