<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

ભાવનગરમાં ડોક્‍ટર હનીટ્રેપમાં ફસાયો યુવતીએ પાંચ લાખ અને કાર ની માંગણી કરી

 

ભાવનગર તા.૯ : તળાજા-ગોપનાથ રોડ પર આવેલ હોસ્‍પિટલના એક તબિબ હનીટ્રેપ માં ફસાયા છે. ભોગ બનનાર તબિબ ની ખાનગી હોસ્‍પિટલમાં ર્નસિંગ સ્‍ટાફ તરીકે ફરજ બજાવતી યુવતી નો એકાદ માસ ડોક્‍ટરના મોબાઇલમાં હાય હેલ્લોનો મેસેજ આવેલ હતો . ત્‍યારબાદ તેને  મળવા ગયેલ હતો.ત્‍યાર બાદ સતત  મેસેજ આવેલ હતા અને ગત તા. ૨૭-૧૦-૨૪ના રોજ દિવાળીની રાત્રે  મીઠાઇ આપવા માટે ડોક્‍ટરને અધેવાડા પાસે બોલાવ્‍યો હતો અને ત્‍યાં  કારમાં  બંન્ને મળ્‍યા હતા. ત્‍યારબાદ   ફ્‌લેટમાં  લઇ ગઇ હતી જ્‍યાં  બેડરૂમમાં બોલાવી કોઇ સફેદ કેફી પીણું પીવરાવતા  ડોક્‍ટર બેભાન જેવી અવસ્‍થામાં ચાલ્‍યો ગયો હતો જે બાદ  કપડાં ઉતારી નગ્ન ફોટા પાડી લીધા હતા .

થોડા દિવસો બાદ તબીબ ને  ફોન કરી   પાંચ લાખ રૂપિયા ની તથા કાર ની માંગણી કરી હતી . સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી . આમ ખાનગી હોસ્‍પિટલના તબીબ હનીટ્રેપમાં ફસાયા હોવાનું જણાતા તબીબે મહિલા આરોપી  વિરૂદ્ધ ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવે તબીબી વર્તુળોમાં ચર્ચા  જગાવી છે.

(1:16 PM IST)