<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

જોરાવરનગરમાં ગોળીબાર કરી હત્‍યા કરનાર ઝબ્‍બે

 

વઢવાણ તા. ૯  : જોરાવરનગરના હનુમાન ચોક વિસ્‍તારમાં રહેતા ૫૦ વર્ષીય જીતેન્‍દ્રસીંહ અગરસીંહ ગોહીલ જોરાવરનગરના મેઈન ચોકમાં મયુર પાન પાર્લર નામે દુકાન ચલાવતા હતા.તેઓએ ગત વર્ષે દિવાળીએ ફટાકડાનો સ્‍ટોલ કર્યો હતો. ત્‍યારે ૮૦ ફુટ રોડ પર રહેતો વનરાજ કાળુભાઈ ખાચર બાકીમાં ફટાકડા લઈ ગયો હતો. જેને એક વર્ષ જેટલો સમય થવા આવવા છતાં વનરાજ પૈસા આપતો ન હતો.

આથી થોડા દિવસ પહેલા જીતેન્‍દ્રસીંહે પૈસાની ઉઘરાણી કરી હતી. આ વાતની દાઝ રાખી વનરાજ મયુર પાન પાર્લરે આવ્‍યો હતો. અને પાનના થડા પર બેસેલા જીતેન્‍દ્રસીંહ પર રીવોલ્‍વર વડે ર રાઉન્‍ડ ફાયરીંગ કર્યા હતા. અને ફરાર થઈ ગયો હતો. જેમાં સારવાર દરમિયાન હોસ્‍પિટલમાં જીતેન્‍દ્રસીંહનું મોત થયુ હતુ. ત્‍યારે તપાસકર્તા  ડીવાયએસપી વી.બી.જાડેજા સહિતની ટીમ દ્વારા આરોપી વનરાજ ખાચરને ઝડપી લેવાયો હતો. તેને શુક્રવારે બપોરના સમયે ઘટનાના રીકન્‍સ્‍ટ્રકશન માટે મેઈન ચોકમાં ઘટનાસ્‍થળે લઈ જવાયો હતો. આ સમયે બજારમાં લોકોના ટોળા આરોપીને જોવા માટે ઉમટી પડયા હતા. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:27 AM IST)