News of Saturday, 9th November 2024
ખંભાળીયા- સલાયા- બેરાજા સહિતના વિસ્તારોમાં પુ.જલારામબાપા જન્મજયંતિની ઉજવણી

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૯: દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળીયા સલાયા તથા બેરાજામાં ગઇકાલે સવારથી છેક રાત્રી સુધી જલારામમય બની ગયા હતા.
ખંભાળીયામાં જોધપુર ગેઇટ પાસેના જલારામ મંદિરે ભવ્ય અન્નકુટ સાથે રંગોળી અને દર્શનની શરૂઆત થઇ હતી. જેમાં રાજયમંત્રી મુળુભાઇ બેરા પણ જોડાયા હતા. તથા પ્રસાદી લીધી હતી. ધીરેનભાઇ મોટાણી, મનુભાઇ, ઘનશ્યામસિંહ જાડેજા, જગુભાઇ રાયચુરા, શૈલેષભાઇ કણઝારીયા વિ.જોડાયા હતા.
સાંજે જલારામ મંદિરેથી શણગારેલા રથમાં જલારામબાપાની તથા શોભાયાત્રા નીકળી હતી. ઠેરઠેર રસ્તા પર શણગાર સાથે સ્વાગત થયું હતું. પૂર્વ પાલિક પ્રમુખ કિશોરભાઇ દતાણી, પ્રતાપભાઇ દતાણી, અનિલભાઇ તન્ના, ભાવેશભાઇ વિઠલાણી, મહેન્દ્રભાઇ, ધીરેનભાઇ વડીયાણી, અશોકભાઇ કાનાણી, દિનેશભાઇ દતાણી, રમેશભાઇ લાલ, હિતેનભાઇ વિઠલાણી, નિતીનભાઇ ગણાત્રા, ભરતભાઇ મોટાણી, ઇન્દ્રજીતસિંહ પરમાર વિ.જોડાયા હતા.
યુવક મંડળ રઘુવંશી દ્વારા પણ થેલેસેમિયા કેમ્પ યોજાયો હતો. તથા અગ્રણી યુવા કપિલભાઇ દતાણી વિ.જોડાયા હતા. સલાયામાં પણ ભવ્ય ઉજવણી થઇ હતી. તો બેરાજા ગામે જલારામ મંદિરે પણ ૧૯૯૨થી ૩૩ વર્ષથી જલારામ બાપાની જન્મજયંતિ ઉજવાય છે
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
