<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

વાલીઓ દ્વારા અતિશય દબાણ વિદ્યાર્થીઓને આપઘાત તરફ દોરી જાય છે

પરીક્ષા સમયે આપઘાતના વધતા બનાવો ચિંતાજનક શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે નિયમીત કાઉન્સેલીંગ પધ્ધતિ શરૂ કરવાની જરૂરઃ પોરબંદર હેલ્થ એજયુકેશન ટ્રસ્ટના રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા સૂચન

પોરબંદર : હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના રામદેવભાઇ મોઢવાડીયાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને સુચન કરતા જણાવ્યું છે કે,ભારત દુનિયાનો સૌથી મોટો યુવાઓનો દેશ છે અને તેમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે તે ચિંતાજનક છે, વિદ્યાર્થીઓ હતાશ અને નિરાશ થઈને તેમને શું કરવું? અને તેને કયા ફિલ્ડમાં જઈને કેરિયર બનાવવું તે સમસ્યા સતાવી રહી છે.

 આર્થિક,સામાજિક દબાણને લીધે વિદ્યાર્થીઓ ઈમોશનલી રીતે ભાંગી પડ્યા છે, બીજી બાજુ માતા-પિતા પોતાના બાળકના સારા ભવિષ્ય માટે તેમને કોમ્પિટિશનની તૈયારીઓ અથવા તો ભણવા માટે સારા ઇન્સ્ટિટયૂટમાં મોકલે છે પછી ભલે ને ત્યાં લાખો રૂપિયાનો ખર્ચ થાય માતા-પિતા અને ઘરની પરિસ્થિતિથી વાકેફ વિદ્યાર્થી જ્યારે પોતાના માતા-પિતા અને હરીફાઈમાં ટકી રહેવા જેટલું પરિણામ ન મેળવી શકે ત્યારે હતાશ અને નિરાશ વિદ્યાર્થી આ ફની દુનિયાને અલવિદા કહેવાનું મન બનાવી લે છે અને માતા-પિતાના ભાગમાં બાકી રહી જાય છે માત્ર આર્થિક પાયમાલી અને પોતાના વહાલસોયાનો વિયોગ,દર વર્ષે બોર્ડની પરીક્ષાના તનાવથી વિદ્યાર્થીઓ આપઘાત સુધીના પગલાં ભરતા હોવાના બનાવો વધી રહ્યા છે. બગવદરની એક વિદ્યાર્થીનીએ પેપર નબળા જવાના કારણે આત્મહત્યા કરી લીધી છે,ત્યારે વિદ્યાર્થીઓના આપઘાતના બનાવોને અટકાવવા શાળા સંચાલકોએ સ્કૂલમાં કાઉન્સેલિંગની પરંપરા શરૂ કરે તો કદાચ આ પ્રમાણ ઘટી શકે તેમ છે,સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણનું મહત્વ વધી રહ્યું છે,વાલીઓ પણ પોતાના બાળક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરે તેવી ઈચ્છા રાખે છે,પરંતુ વાલીઓના દબાણ અને પરીક્ષાના ડરના કારણે વિદ્યાર્થીઓ સતત તનાવમાં રહે છે.બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉપર વધુ  પ્રેશર આવી જાય છે અને વધુ તણાવ સહન ન થતા વિદ્યાર્થીઓ આપઘાત સુધીના પગલા  તરફ દોરી જાય છે.

(1:33 PM IST)