<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

ડોનાલ્ડ ટ્રમ્પને પૂ.મોરારીબાપુએ યાદ અપાવ્યું: ચુંટાયા છો તો હવે રશિયા-યુક્રેન યુધ્ધ બંધ કરાવી દો

 

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૯:  કૈલાસ આશ્રમ નજદીક ઋષિકેશ ખાતે પૂજ્ય શ્રી મોરારીબાપુ દ્વારા ગવાતી શ્રી માનસ બ્રહ્મવિચાર રામકથા દરમ્યાન પૂ.મોરારીબાપુએ અમેરિકાના ચુંટાયેલા પ્રમુખ ટ્રમ્પ ને અભિનંદન આપી યુદ્ધ બંધ કરાવવાની વાત યાદ અપાવી હતી. ચૂંટણી પહેલાં ટ્રમ્પ બોલ્યા હતા કે, હું ચુંટાઈશ તો રશિયા ને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવીશ. બાપુએ કહ્યું કે, ચુંટાયા છો તે હવે સત્વરે યુદ્ધ બંધ કરાવી દો.

પૂજ્ય મોરારિબાપુ કથાની સાથે વૈશ્વિક વ્યાપકતાના સંદર્ભોને આવરી લેતી હોય છે. એ પણ હવે સ્પષ્ટ છે કે, બાપુ વિશ્વ શાંતિ ઝંખે છે અને તે માટે સતત ચિંતા વ્યકત કરે છે. યુનો ખાતે બાપુની  વ્યાસપીઠ પહોંચી ત્યારથી તેઓ યુદ્ધો બંધ કરાવવાની અપીલ કરતા રહે છે. ભારતીય આધ્યાત્મિકતાની પીઠ સમાન ઋષિકેશના ગંગા તટ પરથી ફરી પૂ.મોરારીબાપુએ અમેરિકી પ્રમુખને ઢંઢોળ્યાં છે.

(1:43 PM IST)