<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

12 નવેમ્બર થી જુનાગઢ ગિરનારમાં લીલી પરિક્રમા નો પ્રારંભ 11 નવેમ્બરથી મીટરગેજ સેક્શનમાં અમરેલી-જૂનાગઢ વચ્ચે 'પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન' દોડશે

ગિરનારની લીલી પરિક્રમામા લાખો ભાવિકો આવતા હોવાથી પશ્ચિમ રેલવે દ્વારા 'પરિક્રમા મેળા સ્પેશિયલ' ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો

જુનાગઢ તા.૯ : આગામી 12 નવેમ્બર, 2024 થી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઈ રહી છે. જેને લઈને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનના મુસાફરોની સુવિધા માટે 11.11.2024 થી 17.11.2024 સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી-જૂનાગઢ-અમરેલી 'પરિક્રમા મેળા સ્પેશિયલ' ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવિશ કુમારે આ ટ્રેન વિશે વિગતવાર જાણકારી આપી છે. 

મીટરગેજ 'પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન' અમરેલી-જૂનાગઢ-અમરેલી

• અમરેલીથી જૂનાગઢની પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન અમરેલીથી સવારે 09:00 કલાકે ઉપડશે અને બપોરે 12:40 કલાકે જૂનાગઢ પહોંચશે.

• જ્યારે જૂનાગઢથી અમરેલી માટે પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 15.30 વાગ્યે ઉપડશે અને 19:30 વાગ્યે અમરેલી પહોંચશે.

• આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશન પર ઉભી રહેશે.

અમરેલીથી જૂનાગઢ જનારી ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય નીચે મુજબ છે:

અમરેલી પરા (09.06/09.07), ચલાલા (09.33/09.34), ધારી (09.54/09.55), ભાડેર (10.15/10.16), જેતલવાડ (10.36/10.37), વિસાવદર (10.53/11.15), જુની ચાવંડ (11.28/11.29), બિલખા (11.44/11.45) અને તોરણીયા (11.53/11.54). 

જૂનાગઢથી અમરેલી જનારી ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય નીચે મુજબ છે:

તોરણીયા (15.53/15.54), બિલખા (16.04/16.05), જુની ચાવંડ (16.20./16.21), વિસાવદર (16.35/16.50), જેતલવડ (17.06/17.07), ભાડેર (17.27/17.28), ધારી (17.48/17.49), ચલાલા (18.23/18.24) અને અમરેલી પરા (18.54/18.55).

(2:29 PM IST)