<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રા ડેમુ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

રાજકોટ, 10 : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા વચ્ચે દોડતી ડેમુ સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ 12.11.2024 થી 31.05.2025 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વન-વે ડેમુ સ્પેશિયલ ટ્રેન સુરેન્દ્રનગર જંકશન સ્ટેશનથી દરરોજ સવારે 05.00 કલાકે ઉપડશે અને સવારે 06.00 કલાકે ધ્રાંગધ્રા સ્ટેશન પહોંચશે. આ ટ્રેન વિશેષ ભાડા પર દોડશે. આ ડેમુ ટ્રેનમાં સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રાનું ભાડું રૂ. 45/- રહેશે. વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે

(1:06 PM IST)