News of Monday, 11th November 2024
ભુજ લોહાણા મહાજન દ્વારા જલારામ બાપાની ૨૨૫મી જન્મજયંતિની ઉજવણી

ભુજ તા.૧૧: ભુજ લોહાણા મહાજન દ્વારા જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતિની ઉજવણી મહાજનનાં પ્રમુખ ડો.મુકેશભાઈ એલ.ચંદેના નેતળત્વ હેઠળ કરવામાં આવેલ.
મહાજનનાં મંત્રી હિતેશભાઈ સી. ઠકકરની યાદીમાં જણાવ્યા અનુસાર દરિયાસ્થાન મંદિર ચોક ફલીયા, ભુજ મધ્યે પૂજનવિધી જલારામ જયંતિ ઉત્સવના મુખ્ય દાતા યજમાન શ્રીમતિ ગોદાવરીબેન કાંતિલાલ ઠકકર પરિવાર હ. શ્રીમતિ રૂપલબેન ઉર્મિન ઠકકર, શ્રીમતિ આહુતિબેન મીત ઠકકર ના શુભ હસ્તે સંપન્ન કરવામાં આવેલ.આ અવસરે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ દ્વારા દાતા પરિવારનું સન્માન શાલ ઓઢાડી, મોમેન્ટો તથા પ્રતિક ભેટ દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે સમાજના એક મહિલા ભકતશ્રીએ ચાંદીના સીકકાવારો હાર પૂ.જલારામબાપાની મુર્તિને પહેરાવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે બહેનશ્રીએ પોતાની નામ કે જાહેરાત ન આપવા જણાવેલ પૂજનવિધીનાં આચાર્ય પદે દિપેનભાઈ જોષી રહ્યા હતા. હાંડલા ગરબી મિત્ર મંડળનાં ભાઈઓ દ્દારા પૂજનવિધી અને પ્રસાદની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. આ અવસરે લીલાધરભાઈ ચંદે, વિ. સામાજીક આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
આજના સપરમા દિવસે બપોરે માધાપર, મીરઝાપર, સુખપર લોહાણા મહાજન, મુન્દ્રા રી-લોકેશન સાઈટ, શીવકળપા નગર, આર.ટી.ઓ રીલોકેશન સાઈટ તથા શ્રી રવાણી ફડીયા મંદિર મધ્યે શ્રી ભુજ લોહાણા મહાજનનાં પ્રતિનિધીઓએ શુભેચ્છા મુલાકાત લઈને આયોજીત દરેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને શુભકામના પાઠવેલ.
જલારામ જયંતિ ઉત્સવનાં સર્વે કાર્યક્રમો તથા સાંજે સમૂહ પ્રસાદના સ્થળે પેડી ફંડ સ્વીકારવા સહિતનાં સર્વે કાર્યને સફળ બનાવવા મહાજનનાં ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ આર. ઠકકર મંત્રીશ્રી હિતેશભાઈ ઠકકર, ખજાનચી મૂળરાજભાઈ જી. ઠકકર, સહમંત્રી સંજયભાઈ ઠક્કર, ડો.પ્રફુલાબેન કોટક ના માર્ગદર્શન હેઠળ ભુજ લોહાણા મહાજન, ભુજ લોહાણા મહિલાશ્રમ, ભુજ લોહાણા મહિલા મંડળ, ભુજ લોહાણા યુવા મંડળ તથા ભુજ શહેરની લોહાણા જ્ઞાતિની વિવિધ સંલગ્ન સંસ્થાઓનાં હોદ્દારો, કારોબારી સભ્યો, આમંત્રિત સભ્યો તથા કાયમી આમંત્રીત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
સાંજે સમૂહપ્રસાદ દરમ્યાન, મહાજનશ્રીમાં છેલ્લા ઘણા વર્ષોથી વિના મુલ્યે પ્રસાદ બનાવવાની સેવા આપતા જીતુભાઈ ઠક્કર (જીજ્ઞા રેસ્ટોરેન્ટ) વાલાને પાઘડી પહેરાવી તેમનું સન્માન કરવામાં આવેલ.
ઉપરોકત દિવસે સાંજે નાનજી સુંદરજી સેજપાલ(ભીવંડીવાલા)લોહાણા મહાજન વાડી, રસિક કતિરા પાર્ટી પ્લોટમાં સમુહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ જેમાં માધાપર, મીરઝાપર, સુખપર તથા રાયધણપર તથા ભુજ શહેરની આસપાસનાં પંચકોશી વિસ્તારનાં ગામોનાં જ્ઞાતિજનો તથા ભુજ શહેરનાં સારસ્વત બ્રાહમણ મહાસ્થાન તેમજ દેપાળા જ્ઞાતિનાં જ્ઞાતિજનો સહિત ૧૦૫૦૦ થી ૧૧૦૦૦ જેટલી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધેલ. અને ભોજન પ્રસાદ પીરસવાની વ્યવસ્થા ભુજ લોહાણા મહાજન, ભુજ લોહાણા મહિલા મંડળ, ભુજ લોહાણા યુવા મંડળના કારોબારી સભ્યો, તથા જી.આઈ.ડી.સી. રઘુવંશી મડળ, હાંડલા ફલીયા ગરબી મંડળ, રઘુવંશી ઉત્કર્ષ મંડળ - નવી રાવલવાડી, રઘુવંશી સોશ્યલ ગ્રુપ મહિલાપાંખ, વાગડ રઘુવંશી સમાજ યુવાપાંખ, વાગડ લોહાણા રઘુવંશી નગર, પ્રમુખ સ્વામી નગર રઘુવંશી મંડળ, ઉતર ગુજરાત લોહાણા સમાજ, સંસ્કારનગર રઘુવંશી પરિવાર, ગેરવારી વંડી, વોકળા ફલીયા મિત્ર મંડળ, ઉમેદનગર તથા નરનારાયણનગર રઘુવંશી કાર્યકરોએ સંભાળી હતી.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
