<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

દેશી ચાંચિયાઓ ફરી સક્રિય : અલંગ બહારપાણીએ પડેલા જહાજમાં લાખોરૂપિયાના ભંગારની ચોરી

અંદાજીત ત્રીસેકલાખ ની કિંમત નો સાતેક ટન માલ દિવાળી સમયથી નિરાંતે કાઢવામા આવ્‍યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૧ : અલંગ સોસિયા શિપ બ્રિકિંગ યાર્ડ ખાતે અંતિમ સફરે આવતા બંધ જહાજ ને દેશી ચાંચિયાઓ વર્ષોથી જેમ નિશાન બનાવે છે એજ રીતે દિવાળી સમય થી તળાજા પંથકના દેશી ચાંચિયાઓ એ બહાર પાણી એ પડેલા બંધ જહાજ ને નિશાન બનાવી ને લાખો રૂપિયાનો ભંગાર કાઢી લીધો હોવાની ઘટનાએ જાણકાર સૂત્રોમા ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ ના ચક્રોગતિમાન કર્યા છે.

  દિવાળી સમયે અલંગ ખાતે આવી રહેલ એક જહાજ બહાર પાણી એ બંધ પડેલ છે.આ જહાજ ને પોલીસ મથક અને જેલની હવા ખાઈ આવેલ દેશી ચાંચિયાઓ ની ગેંગે નિશાન બનાવવાનું શરૂ કર્યુ હતું. લોખંડ,તાંબુ,પિતળ, કેબલ સહિતની વસ્‍તુઓ હોડીઓ ભરી ને ચોરવામાં આવીહતી અને એ માલ બજારમાં વેચવા માટે ગેંગનો લીડર શ્નડેંડુંઙ્ખસક્રિય થયો હોવાની વાત ચોરીનો માલ રાખનાર ભંગારીઓ,પોલીસ મા ચર્ચા નો વિષય બની હતી.બાતમીદારો કામે લાગ્‍યા હતા.

જેમા ડેંડું ની ગેંગે આશરે સાત થી આઠ ટન માલ કાઢયો હોવાની સાથે આ માલ ની બજાર કિંમત આશરે ત્રીસેક લાખ હોવાનું બહાર આવી રહ્યું છે.મોટો હાથ માર્યો હોવાની વાત પોલીસ સુધી પહોંચતા મરીન પોલીસે કેટલાક ને ઉઠાવ્‍યા ની વાતપણ બહાર આવીરહી છે.જેને લઈ ચોરીનો માલ રાખનાર અને ડેંડું ની ગેંગમા ફફડાટ છે.

 

અલંગ મરીન પો.સ્‍ટે ના પો.ઇ અશ્વિન ખાંટ એ જણાવ્‍યું હતુ કે સરતાનપર ગામના અજય ઉર્ફે ડેંડું ની પાસે થી આશરે બસો કિલો માલ શંકાસ્‍પદ રીતે મળી આવ્‍યો છે.જેને લઈ કાર્યવાહી કરીછે.માત્ર બસો કિલો નહિ સાતેક હજાર કિલો માલ પાણી અને લોખંડ કાઢવામા આવ્‍યા હોવાના સવાલ ને લઈ તપાસ ચાલુ હોવાનું ઉમેર્યું હતું.

(10:10 AM IST)