News of Monday, 11th November 2024
આંચવડ ગામની શહીદ જવાનના પરિવારને પોતાના વેતનમાંથી પાંચ લાખનો ચેક ધારાસભ્ય રાદડીયાએ અર્પણ કર્યો

(મનસુખભાઇ બાલધા દ્વારા) : જામકંડોરણા તાલુકાના આંચવડ ગામના અગ્નીવીર સૈનિક વિશ્વરાજસિંહ ગોહિલ દેવલાલી (નાસિક) ખાતે તા. ૧૧- ૧૦- ૨૪ ના રોજ ફરજ બજાવતા શહિદ થયેલ હતા તેમના પરિવાર પર આવી પડેલ દુઃખની ઘડીમાં ફુલની પાંખડી સ્વરૂપે ધારાસભ્ય તરીકે મળતા વેતનમાંથી ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ રૂપિયા પાંચ લાખની રકમનો ચેક વીર શહિદ વિશ્વરાજસિંહના પિતા ને રૂબરૂ તેમના નિવાસ સ્થાને અર્પણ કરીને સાંત્વના પાઠવી હતી આ ચેક અર્પણ કરતી વેળાએ સુરેશભાઇ દેશાઇ, તુજુભા જાડેજા, કરણસિંહ જાડેજા, ચંદુભા ચૌહાણ, સુરેન્દ્રસિંહ વાળા સહિત હાજર રહ્યા હતા. આ તકે રાજપૂત સમાજના આગેવાનો અને પરિવારના લોકોએ ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની સેવાકીય કામગીરીને બિરદાવી હતી.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
