<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

ગોંડલના ઉમવાડામાં ચેકડેમમાં ન્‍હાતી વખતે અલ્‍પેશ ડુબ્‍યો

પરિવારજનો બાજુમાં જ હોઇ જીવ બચાવી લીધો

રાજકોટ તા. ૧૧: ગોંડલ તાબેના ઉમવાડા ગામે રહેતો અલ્‍પેશ ભરતભાઇ રાઠોડ (ઉ.વ.૨૦) ગામની સીમમાં આવેલા નાનકડા ચેકડેમમાં ન્‍હાવા પડયો ત્‍યારે ડુબી જતાં નજીકમાં જ તેના પરિવારજનો મજૂરી કરતાં હોઇ તેણે દોડી જઇ બચાવી લીધો હતો.

અલ્‍પેશ પાણી પી ગયો હોઇ ગોંડલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. અલ્‍પેશ પાંચ ભાઇમાં મોટો છે અને છુટક મજૂરી કરે છે. અકસ્‍માતે ડુબી ગયાનું સગાએ કહ્યું હતું.

(12:06 PM IST)