<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

થાનગઢનાં રૂપાવટીની ગૌચર જમીનમાંથી ૬.૨૫ લાખની ખનીજચોરી કરતા ચાર ઝડપાયા

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.  ૧૧ :.. સુરેન્‍દ્રનગર જિલ્લાનાં ચોટીલા થાનગઢ પંથકમાં થોડા સમયનાં દેખાવ રૂપી ખનીજ ચોરીનાં વિરામ ના દેખાવ બાદ ખનીજ માફિયાઓ ફરી બેફામ થયા હોવાનું બહાર આવેલ છે થાનગઢ તાલુકાના રૂપાવટીનાં સીમ વિસ્‍તારમાં માં ગેરકાયદેસર ખનીજચોરો ફરી સક્રિય થયાની હકિકત મળતા ખાણ ખનીજ વિભાગની ટીમેં ચાલુ ખનને દરોડો પાડતા  ઉંડા કુવા સમા ખાડામાં કામ કરતા ૪ મજુરો ને ચાલુ ચરખીએ પકડી પાડી  રૂ. ૬.૨૫ લાખનો મુદામાલ જપ્ત કરી ૫ શખ્‍સો વિરળદ્ધ ગુનો  દાખલ કરેલ.

ચોમાસાના પાણી ઉલેચાવી ખાડા સમા ઉંડા કુવાને કોરો કરી સાંજ પડતાં જ રાત્રીનાં સુકાઈ  ખનિજ માફિયાઓ સક્રિય બની ગેર કાયદેસર ખનીજ ખનન કરી મોંઘાભાવે વેચતા કોલસા ની કાર્બોસેલ ની ચોરી કરી રહ્યા છે.

ચોટીલા પંથકમાં પણ અનેક સ્‍થળે ફોરેસ્‍ટ વિસ્‍તારની નજદીકમાં દળવાનાં અને સ્‍ટોકના ઓઠા હેઠળ મોટુ ખનીજ ખનન થતું હોવાની બુમરેણ ઉઠી છે. 

કડક ખનીજ અધિકારી ની છાપ ધરાવતા નિરવ બારોટની ટીમે થાન ના રૂપાવટી સીમમાં છાપો મારતા ચરખી ઉપરનું ટ્રેક્‍ટર ભાગી ગયેલ પણ ખાડા સમા કુવામાં ચરખી નજરે ચડતા   અવાજ આપતા અંદર મજુરો એ અવાજ દેતા  અન્‍ય ટ્રેકટર વડે  તુષાર વિનોદભાઈ ,સુનીલ હિરાભાઈ, કરણ કાનાભાઈ તેમજ જનક ધીરુભાઈ ને બહાર કાઢી પુછતાછ કરતા આ મજુરો પાસે થી  થાનગઢના રઘુભાઈ ભરવાડ ખનીજ ચોરી કરાવતા હોવાનું કબુલાત આપેલ હતી. થાન પોલીસ દ્વારા ૧૭૦ ફૂટ જેટલા ઉંડા ખાડા માંથી ચરખી, મશીન, લોખંડના પાઈપ વિગેરે મુદામાલ કબજે કરી રૂ. ૬.૨૫ લાખ ની ખનીજચોરી અંગે પાચ વ્‍યક્‍તિ વિરૂધ્‍ધ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરેલ હતી.

(1:33 PM IST)