News of Monday, 11th November 2024
કાલાવડ વિહિપનાં પ્રખંડ અધ્યક્ષ રમેશભાઇ ઉપર હુમલો કરનારાની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૧ :.. જામનગર જિલ્લાના કાલાવડમાં વીએચપીના પ્રખંડ અધ્યક્ષ પર વિધર્મીએ હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે.
અકસ્માતે ગાડી ટકરાતા વિધર્મીઓએ ટોળે વળી હુમલો કર્યો હતો અને રૂા. ૪૦ હજારની માગણી કરી ૩ હજારથી વધુની રકમની લૂંટ પણ કરી હતી.
પોલીસ સ્ટેશન એ જતા રસ્તામાં આંતરી વિધર્મીઓએ ત્રીપલ સવારીમાં સરા જાહેર માર માર્યો હતો.
મરણ તોડ માર મળતા ઘાયલ રમેશભાઇને સારવાર માટે ખસેડાયા હતાં. એસઓજી સહિત ઉચ્ચ પોલીસ કર્મીઓ જી. જી. હોસ્પિટલ પહોંચ્યા હતાં.
વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી કાર્યકરો હોસ્પિટલ દોડી ગયા હતાં. પોલીસ ફરીયાદ બાદ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
