<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

જામનગર-હાપાᅠયાર્ડમાં મગફળીની ભારે આવક : ૮૦ હજાર ગુણીની આવકની સંભાવના : ૯૦૦ થી ૨૨૦૦નો ભાવ બોલાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલ રાતથી જ મગફળી ભરેલા વાહનોની બે થી ત્રણ કિલોમીટર લાંબી કતારો લાગી છે. ૯૦૦ જેટલા વાહનો મગફળી ભરી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્‍યા છે જેને ટોકન પણ આપી દેવામાં આવ્‍યા છે. આજે સવારે મગફળીની ખુલ્લી હરાજી શરૂ થતા પીલાણબર મગફળીના ૧,૦૦૦ થી ૧૨૦૦ રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્‍યા છે આ ઉપરાંત ૬૬ નંબર અને ૯ નંબર મગફળીના ૨૦૦૦ થી ૨૨૦૦ રૂપિયાનો ભાવ તામિલનાડુ થી આવતા વેપારીઓએ બિયારણ માટે ઊંચો ભાવ બોલી ખરીદી કરતા સારા ભાવ આ મગફળીના ખેડૂતોને મળ્‍યા છે.

યાર્ડ માં રાત્રિના ૧૦ થી સવારે ૫ સુધી મગફળી ની આવક ખોલવામાં આવેલ.. સવારે ૬ વાગ્‍યા સુધી આવેલ વાહનોને ટોકન આપવામાં આવેલ છે. ત્‍યારપછી આવક બંધ કરવામાં આવેલ છે... રેકોર્ડબ્રેક ૯૦૦ મગફળી ના વાહનો ને ટોકન આપવામાં આવેલ... ૬૫૦ વાહન ની ઉતરાઈ થઈ ચૂકી છે બાકી ની ચાલુ છે... અંદાજિત ૭૫૦૦૦ થી ૮૦૦૦૦ ગુણીની આવકની સંભાવના... યાર્ડમાં જગ્‍યા હસે ત્‍યાર સુધી મગફળી ઉતારવામાં આવશે.. આજે હરરાજીમાં મગફળીના ભાવ ૯૦૦ થી ૨૨૫૦ નોધાયેલ છે.. હરરાજી હજુ ચાલુ છે.(તસ્‍વીર : કિંજલ કારસરીયા - જામગનર)

(1:45 PM IST)