News of Monday, 11th November 2024
વંથલીના શાપુર પાસે અજાણ્યા વાહન હડફેટે અજાણ્યા ૫૦ વર્ષના પુરૂષનું મોત
અકસ્માત બાદ વાહન ચાલક નાસી જતા પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૧: વંથલી તાલુકાના સાતલપુર ધાર ખાતે રહેતા બાવનભાઈ ભીખનભાઇ ભારાઈ રવિવારે સવારે ટ્રેક્ટર હંકારીને કોયલી ગામ તરફથી જતા હતા ત્યારે હાઇવે પર નવા બનેલા ઓવરબ્રિજ શાપુર ગામના ચીપિયા પાસે અજાણ્યા વાહન હડફેટે અજાણ્યા ૫૦ વર્ષની વયના માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મળત્યુ થયાનું જોવા મળતા તે અંગે પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે દોડી આવી અજાણી વ્યક્તિના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત બાદ નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
