<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

કેશોદ પાસે પુત્રનું બાઈક સ્‍લીપ થતા વળદ્ધ પિતાનું મળત્‍યુ

પિતા પુત્ર ખરીદી કરવા કેશોદ જતા હતા ત્‍યારે સર્જાયો અકસ્‍માત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૧: કેશોદ તાલુકાના સોંદરડા ગામના મનસુખભાઈ રણછોડભાઈ બગથરીયા નામના ૬૫ વર્ષના વળદ્ધ ૨૮ ઓક્‍ટોબરના રોજ સવારે તેમના પુત્ર રવિની પાછળ જીજે ૦૬ બીએસ ૧૩૦૮ નંબરના બાઈક પર બેસીને કેશોદ ખાતે શાકભાજી અને ખરીદી કરવા જઈ રહ્યા હતા. ત્‍યારે રસ્‍તામાં કેશોદ વેરાવળ રોડ પર વ્રજવાટિકા ફાર્મ પાસે રવિએ બાઈક પરનો કાબૂ ગુમાવતા મોટરસાયકલ સ્‍લીપ થઈ ગયું હતું. આ પ્રમાણે સર્જાયેલા અકસ્‍માતમાં યુવાનના પિતા મનસુખભાઈને બાઈક પરથી પડી જવાના કારણે ગંભીર ઇજા થવાથી કેશોદ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં રિફર કરવામાં આવતા સારવાર દરમિયાન મળત્‍યુ થયું હતું.

આ અકસ્‍માત અંગે કેશોદ પોલીસે બાઈક ચાલક મળતકના પુત્ર રવિ બગથરીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી

(1:54 PM IST)