News of Monday, 11th November 2024
જેતપુરના પેઢલા ગામે દેશી દારૂની ભઠ્ઠી પકડાઇઃ પિતા-પુત્ર નાસી છૂટયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૧ : પેઢલા ગામે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ ઉદ્યોગનગર પોલીસે પેઢલા ગામેથી પસાર થતા બાતમી મળેલ કે લગધીર તથા તેનો દિકરો અજય દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતા હોય જે આધારે પોલીસે પેઢલા ગામે આવેલ જગદીશડાઇંગ નામના બંધ પડેલ કારખાનાની દિવાલ પાસે દારૂ અંગેની રેડ કરતા લગધીર ઉર્ફે હકો દેપાભાઇ ગઢવી તથા તેનો દિકરો અજય બંન્ને પોલીસને જોઇ નાસી છૂટેલ પોલીસે દારૂની ભઠ્ઠી ચાલુ હોય ત્યાંથી દેશી દારૂ ૧પ૦ થંડો આથો, લીટર ૧૮૦૦ તથા બફીંગના સાધનો કુલ રૂા.૮૩૦૦૦નો મુદામાલ કબજે કરી પીતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
