<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં કાર્તિક પૂર્ણિમા મેળાનો પ્રારંભ

ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત

(ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા. ૧૧ : આજથી થી શરૂ થતા સોમનાથ મહાદેવનાં સાનિધ્‍યમાં આયોજીત કાર્તિક પૂર્ણિમા મેળામાં ગીર-સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના અધ્‍યક્ષપદે સલામતી-સુરક્ષા અને લોકો સારી રીતે માણી શકે તેવો સજ્જડ પોલીસ બંદોબસ્‍ત રહેશે.

મેળામાં ૧ ડીવાયએસપી, ૧ પીઆઇ, ૮ પીએસઆઇ, ૧૦૮ પોલીસ , ૪૦ જીઆરડી  જવાનો, ર૦ હોમગાર્ડઝ, ૧૩ ટીઆબી રાઉન્‍ડ-ધ-કલો પોલીસ બંદોબસ્‍ત બજાવશે. મેળામાં મેળાના સમગ્ર પરિધમાં બાજનજર રહી શકે તે માટે ૪ વોચ ટાવર પોલીસ જવાનો સાથે ગોઠવાયા છે.

ઉપરાંત કોઇ બાળક ગુમ થઇ જાય કે અન્‍ય કોઇ દાદ-ફરીયાદ હોય તો મેળામાં પોલીસ સહાયતા કેન્‍દ્ર કાર્યરત રહેશે.

તેમજ મેળામાં જ અલગ પોલીસ કન્‍ટ્રોલ રૂમ પણ ખડો કરવામાં આવેલ છે. મેળામાં પાંચ જવાનો બોડીવોર્ન કેમેરા સાથે સતત ધૂમતા રહેશે.

મહિલાઓની સુરક્ષાને પણ પ્રાધાન્‍ય અપાયું છે જેથી ખાસ મહિલા સુરક્ષા ટીમની સી ટીમ ફરજ બજાવશે અને સીસી ટીવી કમાન્‍ડ કન્‍ટ્રોલ પણ મેળા સાથે જોડાયેલ રહેશે. સ્‍વયં જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા એસ.ઓ.જી., એલ.સી.બી. પોલીસ તંત્ર સાથે અનુકુળ સમયે મેળાની મુલાકાત લેશે અને જરૂરત જણાય તો અન્‍ય પોલીસ દળ સ્‍ટેનડ ટુ રખાશે.

(2:02 PM IST)