News of Monday, 11th November 2024
પોરબંદરઃ પાકિસ્તાનના કબજામાં રહેલી ભારતીય ફિશીંગ બોટો પરત લાવવા સરકાર પ્રયત્નો કરે તેવી માગણી
જળસીમાએ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારો સાથે જપ્ત કરતી ફિશીંગ બોટો માછીમારોને છોડી દેવા સમયે પરત આપતી નથીઃ પાકિસ્તાનના કબજામાં અત્યાર સુધી જપ્ત કરેલી ૧૧૮૮ ભારતીય ફિશીંગ બોટો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧ :.. જખૌ કચ્છ પાસે આંતર રાષ્ટ્રીય જળ સીમમાં પાકિસ્તાન મરીન સીકયુરીટી અવાર-નવાર ભારતીય માછીમારોનું ફિશીંગ બોટ સાથે અપહરણ કરી જાય છે. ભારતીય માછીમારોની સજા પૂર્ણ થતાં આ માછીમારોને પાકિસ્તાનની જેલમમાંથી છોડીને ભારતને સોંપી દેવાય છે. માછીમારોને છોડી દેવા સમયે પાકિસ્તાન સરકારે જપ્ત કરેલી કરોડોની કિંમતની ફિશીંગ બોટ પરત આપતી નથી. પાકિસ્તાન પાસે આવી ફિશીંગ બોટની સંખ્યા ૧૧૮૮ પહોંચી છે. પાકિસ્તાનના કબજામાંથી ભારતીય ફિશીંગ બોટો છોડાવવા સરકાર દરમિયાનગીરી કરે તેવી માગણી માછીમાર અગ્રણી જીવનભાઇ જુંગીએ કરી છે.
માછીમાર અગ્રણી જીવનભાઇએ જણાવ્યું છે કે આંતર રાષ્ટ્રીય જળ સીમાએ પાકિસ્તાન મરીને ભારતીય માછીમારોનું ફિશીંગ બોટ સાથે અપહરણનો સીલસીલો ૧૯૮૯ થી શરૂ કર્યો છે.
ત્યાર પછી અવાર-નવાર પાકિસ્તાન ચાંચિયો ભારતીય જળ સીમાની અંદર ઘુસીને ભારતીય માછીમારોના અપહરણ કરી જાય છે.
અગાઉ પાકિસ્તાન સરકાર ભારતીય માછીમારોની સજા પુરા થતાં ભારતીય માછીમારોને છોડી દેવા સમયે જપ્ત ફિશીંગ બોટ પરત આપતા હતાં.
આ મુજબ ર૦ વર્ષમાં ૧૦ર ફિશીંગ બોટો ભારત સરકારને પરત કરી હતી. ભારતીય માછીમારોના અપહરણ સમયે જપ્ત કરાતી બોટોથી માછીમારોનું સ્વરોજગારનું સાધન છીનવાય જાય છે. અને માછીમારોને મોટૂં નુકશાન સહન કરવું પડે છે. માછીમાર અગ્રણી જીવનભાઇ જુંગીએ જણાવ્યું છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
