<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

ચિલ્‍ડ્રન ડેવલપમેન્‍ટ ફાઉન્‍ડેશન મોરબી દ્વારા ૧૫ ડીસેમ્‍બરે ઓપન ગુજરાત ડાંસ કોમ્‍પીટીશન

(પ્રવીણ વ્‍યાસો દ્વારા) મોરબી,તા.૧૧ :   ચિલ્‍ડ્રન ડેવલપમેન્‍ટ ફાઉન્‍ડેશન મોરબી દ્વારા  તા. ૧૫ ડીસેમ્‍બરના રોજ ઓપન ગુજરાત ડાંસ કોમ્‍પીટીશનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મોરબીની એકમાત્ર સંસ્‍થા ચિલ્‍ડ્રન ડેવલપમેન્‍ટ ફાઉન્‍ડેશન છેલ્લા સોળ વર્ષથી ઓપન ગુજરાત ડાન્‍સ કોમ્‍પીટીશનનું આયોજન કરે છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી સ્‍પર્ધકો ભાગ લે છે પાંચ વર્ષથી સીતેર વર્ષની ઉમરના કોઈપણ સ્‍પર્ધામાં ભાગ લઇ શકે છે સ્‍પર્ધામાં ભાગ લેનાર દરેક સ્‍પર્ધકને શિલ્‍ડ અને સર્ટીફીકેટ આપવામાં આવે છે.

તેમજ વિજેતાને અલગ શિલ્‍ડ આપવામાં આવશે દરેક સ્‍પર્ધકો અને સ્‍પર્ધા જોવા આવનાર માટે સંસ્‍થા તરફથી વિનામૂલ્‍યે જમવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે સ્‍પર્ધકોને પ્રોત્‍સાહિત કરવા માટે ગુજરાતી ફિલ્‍મના તેમજ ટીવી કલાકારો ઉપસ્‍થિત રહેશે સ્‍પર્ધામાં ભાગ લેવા ઈચ્‍છુક હોય તેઓએ ફોર્મ મેળવવા માટે ટ્રેડ સેન્‍ટર ૧૧૬, વીસી હાઈસ્‍કૂલ પાછળ મોરબી ખાતેથી મેળવી લેવા જણાવ્‍યું છે.

 વધુ માહિતી માટે પ્રમુખ લાલજીભાઈ મહેતા મો ૯૮૨૫૭ ૯૦૪૧૨, ઉપ પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ મો ૯૩૨૭૪ ૯૯૧૮૫, મંત્રી રામભાઈ મહેતા મો ૯૯૦૪૭ ૯૮૦૪૮ અને મોરબી જીલ્લા  પ્રમુખ પ્રતિક મંડીર મો ૬૩૫૬૨ ૬૨૬૨૫ પર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(2:15 PM IST)