News of Monday, 11th November 2024
દારૂ ઢીંચી ફેકટરીની છત પર ચડેલા યુવાનું પટકાતા મોતઃ મોરબી પાસે બનાવ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૧ : નશો નાસનું મૂળ છે' સૂત્ર મોરબીના બેલા ગામે યથાર્થ બન્યુ છે, મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતો અને રહેતો યુવાન ગત તા.૧૦ની મધ્યરાત્રીએ દારૂ ઢીચી કારખાનાની છત ઉપર ચડી ગયા બાદ ઉપરથી નીચે પટકાતા મળત્યુ નીપજ્યું હતું.
મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એડ્રોડ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતો દેવાભાઈ રસિકભાઈ ગોવાણી ઉ.૨૭ નામનો યુવાન રોજ રાત્રીના કલાકે દારૂ પી કારખાનાની છત ઉપર ચડી ગયા બાદ ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મળત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મળત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
