<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

મોરબીના ભીમસર બ્રીજ ઉપર ટ્રક હડફેટે બાઇકસ્‍વારને ઇજા

મોરબી કચ્‍છ નેશનલ હાઈવે પર ભીમસર બ્રીજ ઉપર ટ્રકે મોટર સાઈકલને હડફેટે લેતા યુવાનને ઈજા પહોચી હતી

મોરબીના લખધીરપુર ગામે રહેતા હકાભાઇ ભગાભાઈ પાટડીયા એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે મોટર સાઈકલ જીજે ૩૬ એઈ ૪૬૭૬ લઇ માળિયા ખાતે પોતાના કુળદેવી માતાજીના દર્શન કરવા માટે જતા હોય દરમિયાન મોરબી કચ્‍છ હાઈવે ભીમસર બ્રીજ ઉપર ઉભેલ હોય ત્‍યારે આરોપી ટ્રક જીજે ૧૨ એક્‍સ ૨૮૦૯ ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવીને હકાભાઇના મોટર સાઈકલને પાછળથી ટક્કર મારતા ઈજા પહોચી હતી જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(2:18 PM IST)