<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

કાલસારી ગામના પરિવારની સફારીપાર્કમાં પાર્ક કરી કારના કાચ તોડી બે લાખની માલમતાની ચોરી : રાજુલા પાસેના મંદિરમાં પેટી તૂટી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૧: મુળ વિસાવદર તાલુકાના કાલસારી ગામના હાલ સુરત રહેતા પ્રફુલાબેન ગીરીશભાઈ માલવીયા પરીવાર સાથે ધારીના સફારી પાર્કમાં પોતાની ફોરવ્‍હીલ લઈને ફરવા માટે આવેલ હતા.અને પોતાની કાર સફારી પાર્કના પાકશ્નગ અંદર મુકેલ. તે વખતે કોઈ અજાણ્‍યો શખ્‍સ કારના પાછળના દરવજાનો નાનો કાચ તોડી કારમાં રાખેલ પર્સમાંથી સોનાનો ચેઈન રૂ/.૭૦,૦૦૦,તથા સોનાની લકકી રૂ/.૭૦,૦૦૦,સોનાનું પેન્‍ડલ રૂ/.૨૦,૦૦૦,સોનાની વીંટી રૂ/.૨૦,૦૦૦ તથા ચાંદીની ત્રણ વીંટી રૂ/.૮૦૦૦ તથા રોકડ રૂ/.૫૦૦૦ અને બ્‍લુ કલરના પર્સમાંથી રોકડ રૂ/. ૧ ૩૦૦ તેમજ કલટરેની ચીજવસ્‍તુઓ મળી કુલ રૂ/.૧,૯૪,૩૦૦ ની ચોરીની ધારી પોલિસ મથકમાં ફરિયાદ થતા પોલિસે ચોરીના ગુનામાં ગણતરીના કલાકોમાં જ સાવરકુંડલા કાપેલ ધારની બાજુમાં રહેતા સીલ્‍પેશ ઉર્ફે શીલ્‍પો બાલુભાઈ વાળાને ઝડપી પાડયો હતો.

ચોત્રાના મંદિરમાં ચોરી

રાજુલા તાલુકાના ચોત્રા ગામે આવેલ મોમાઈવડ માતાજીના મંદિરમાં તા.૮-૧૧ ના રાત્રિના કોઈ અજાણ્‍યા શખ્‍સે મંદિરમાં રાખેલ દાનપેટીમાંથી રોકડ રૂ/.૫૦,૦૦૦ ની ચોરી કરી ગયાની ચોત્રા ગામના પ્રકાશભાઈ મનુભાઈ રામપ્રસાદે રાજુલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કોટડાપીઠામાં વાયર ચોરી

બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે વલ્લભભાઈ સવાભાઈ વાઢેરના ખેતરમાં આવેલ આઈનોકસ કંપનીના સ્‍ટોર યાર્ડમાંથી તા.૫-૮-૨૪ ના કોઈ અજાણ્‍યા શખ્‍સોએ કંપનીના સ્‍ટોર યાર્ડમાંથી એક લાકડાના કોપર વાયર ભરવાના ડ્રમમાંથી કાળા કલરના રબ્‍બરના કવરવાળો કોપર

વાયર ૧૦૪૦ મીટરનો રૂ/.૧,૦૪,૦૦૦ ની કિંમતનો ચોરી કરી ગયાની બાબરા પોલિસ મથકમાં કંપનીના ગોપાલ રામ સુરત તીવારીએ ફરિયાદ નોંધાવી છે.

દારૂના દરોડામાં ૪ મહિલા સહિત ૮ શખ્‍સો ઝડપાયા

અમરેલી જીલ્લામાં પોલિસે નવ સ્‍થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી ચાર મહિલાઓ સહિત આઠ શખ્‍સોને ઝડપી પાડયા હતા. જેમાં અમરેલી સીટી,લાઠી,લીલીયા,વંડા,અને રાજુલા પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.જયારે જીલ્લામાં પોલિસે જુદા જુદા સ્‍થળોએથી ૨૫ શખ્‍સોને જાહેરમાં નશો કરી રાજાપાઠમાં નીકળતા ઝડપી પાડી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં અમરેલી રૂરલ, સાવરકુંડલા ટાઉન,સાવરકુંડલા રૂરુલ ,લીલીયા,દામનગર,અમરેલી સીટી,ચલાલા,વડિયા,ડુંગર પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી

(2:22 PM IST)