<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

ગોંડલમાં કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનુ આગમન : પોલીસ કાફલો ખડકાયો

7 ડીવાયએસપી,17 પીઆઇ, 42 પીએસઆઈ, 455 પોલીસ જવાન,જીઆરડી સહિત 720 પોલીસ કર્મચારીઓ નો બંદોબસ્ત

ગોંડલ તા.૧૧ : ધારાસભ્ય ગીતાબા તથા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા તુલશીવિવાહ નાં કરાયેલા આયોજન માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કેબીનેટ મંત્રીઓ હાજર રહેનાર હોય ગોંડલ પોલીસ છાવણી માં ફેરવાયું છે.

ડીવાયએસપી કે.જી.ઝાલા નાં જણાવ્યાં મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં બંદોબસ્ત માં 7 ડીવાયએસપી,17 પીઆઇ, 42 પીએસઆઈ, 455 પોલીસ જવાન,જીઆરડી સહિત 720 પોલીસ કર્મચારીઓ નો બંદોબસ્ત રખાયો છે.


 

(4:57 PM IST)