News of Monday, 11th November 2024
એકસાથે ૧૨ સિંહો શિકારની શોધમાં નિકળી પડયા

અમરેલી-રાજુલાના કોવાયા ગામમાં એક સાથે ૧૨ સાવજોનું ટોળું શિકારની શોધમાં બહાર આવ્યાનો વીડિયો વાયરલ થયો છે. આમ કહેવાય છે કે સિંહોના ટોળા ના હોય... પરંતુ આ વીડિયો જોયા બાદ ગુજરાતી કહેવત પણ ખોટી પુરવાર થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. આવા સમયે અમરેલી-રાજુલાના કોવાયા ગામમાં એક સાથે ૧૨ સાવજનું ટોળું શિકારની શોધમાં બહાર આવ્યું હતું. કોવાયા ગામ નજીક પાવર પ્લાન્ટ કંપની સામે સાવજો દોડધામ કરતાં જોવા મળ્યા હતા. સિંહ, સિંહણ અને સિંહબાળ સહિતનો આખો પરિવાર શિકારની શોધમાં અચાનક રોડ પર જોવા મળતાં ત્યાંથી પસાર થતાં રાહદારીએ મોબાઇલમાં વીડિયો ઉતારી લેતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગીર વિસ્તાર સિંહોનું સામ્રાજ્ય ગણાય છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન, બાન અને શાન ગણાય છે. સિંહો હવે જંગલમાંથી શહેરી અને ગ્રામીણ વિસ્તારો તરફ વળ્યા છે, અનેકવાર લોકોના ઘર સુધી પણ પહોંચી ગયા છે અને લોકો પર હુમલા કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. જેથી લોકોમાં ભયનો માહોલ વધી ગયો છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
