<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

કાલાવડમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ રમેશભાઈ દોંગા અને તેના ભાઈ પર વાહન ચડાવવા બાબતે ખંડણી માગવા ઉપરાંત વિધર્મીઓ દ્વારા લૂંટના ઘેરા પડધા : હિન્દુ પરિષદની આગેવાનીમાં સ્થાનિક હિન્દુ સંગઠનો દ્વારા આવેદન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧ :કાલાવડમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ રમેશભાઈ દોંગા અને તેના ભાઈ પર વાહન ચડાવવા બાબતે બોલાચાલી કરી ખંડણી માગવા ઉપરાંત વિધર્મીઓ દ્વારા રૂપિયા 3,000 ની લૂંટ કરવાના ઘેરા પડધા પડ્યા છે. લીમડા ચોક ખાતેથી હિન્દુ પરિષદની આગેવાનીમાં સ્થાનિક હિન્દુ સંગઠનોએ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદાર તન્વી ત્રિવેદીને મુખ્યમંત્રીને સંબોધાયેલું આવેદનપત્ર સુપ્રત કરી આરોપીઓને ઝડપી ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી અટકાવી અને વિદ્યાર્થીઓના ત્રાસથી મુક્તિ અપાવવા રજૂઆત કરવામાં આવી છે. (તસવીર :  કિંજલ કારસરીયા, જામનગર)

(4:58 PM IST)