<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

વઢવાણ પૂર્વ ધારાસભ્‍ય ધનરાજભાઇ કેલાના ભાઇ તારાચંદભાઇનું હૃદયરોગના હુમલાથી અવસાન

સુરેન્‍દ્રનગર વઢવાણના પૂર્વ ધારાસભ્‍ય શ્રી ધનરાજભાઈ કેલાના નાનાભાઈ તારાચંદભાઈ ગોવિંદભાઈ કેલાનું હૃદય રોગના હુમલામાં ગઈકાલે બપોરે પોતાના નિવાસ ખાતે જ દુઃખદ અવસાન થતા પરિવારમાં ન પુરાય તેવી મોટી ખોટ સાથે પરિવારમાં દુઃખ લાગણી છવાઈ જવા પામી હતી.

સુરેન્‍દ્રનગર શહેરમાં મહેતા માર્કેટના વેપારી અને સુરેન્‍દ્રનગર શહેરના બિલ્‍ડર અને મોટું મિત્ર વર્તુળ ધરાવતા તારાચંદભાઈ ગોવિંદભાઈ કેલા નું ૬૮ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થતા પરિવારમાં તેમજ વેપારી મિત્રોમાં અને બિલ્‍ડર લોબીમાં શોક ની લાગણી છવાઈ જવા પામી છે ત્‍યારે તેઓ વઢવાણના પૂર્વ ધારાસભ્‍ય ધનરાજભાઈ કેલા ના ભાઈ પણ થાય છે એટલે રાજકીય લોકો સાથે પણ તેમની આત્‍મીયતા રહેલી છે ત્‍યારે તેમની સ્‍મશાન યાત્રા આવતીકાલે તેમના નિવાસ્‍થાનેથી મહેશ્વરી કોલોની ખાતેથી સવારના ૯: ૩૦ વાગે પ્રસ્‍થાન થયેલ હતી.

જેમાં સુરેન્‍દ્રનગર શહેરના વેપારીઓ બિલ્‍ડરો રાજકીય આગેવાનો તેમજ પત્રકાર મિત્રો તેમની સમશાન યાત્રામાં જોડાયા હતા. જ્‍યારે પરિવારમાં કાકા ભામજીભાઈ કેલા મોટાભાઈ મદનલાલ કેલા તેમજ ધનરાજભાઈ કેલા સુરેન્‍દ્રનગર વઢવાણ પૂર્વ ધારાસભ્‍ય મહેશભાઈ કેલા તેમજ પુત્ર હિતેશભાઈ તારાજનભાઈ કેલા સુરેશ મદનલાલ કેલા ભત્રીજા રાજુ મદનલાલ કેલા ભત્રીજા લલીતભાઈ ધનરાજભાઈ કેલા ભત્રીજા નરેશભાઈ ધનરાજભાઈ કેલા ભત્રીજા પાર્થ મહેશભાઈ કેલા ભત્રીજા તેમજ પૌત્ર કાવ્‍ય હિતેશભાઈ કેલા વિયાન હિતેશભાઈ કેલા સહિતના મોટા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે અને તારાચંદભાઈના દુઃખદ અવસાનથી પરિવારજનોને ન પુરાય તેવી મોટી ખોટ પડી હોવાનું ધનરાજ ભાઈ કેલા દ્વારા દુઃખ વ્‍યક્‍ત કરી અને જણાવવામાં આવ્‍યું હતું.

(11:17 AM IST)