News of Tuesday, 12th November 2024
સુરેન્દ્રનગરની સબજેલમાં આરોપીનું મોતઃ મૃતદેહને રાજકોટ લઇ જવાયો
ફોરેન્સીક પી.એમ. કર્યા બાદ કારણ બહાર આવશેઃ પરિવારમાં શોક

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૨: સુરેન્દ્રનગર સબજેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહેલા આરોપી ભાવુ બાવળીયાનું શંકાસ્પદ મોત થયું છે. આ કેદીનું મોત કયા કારણે થયું એ હજુ અકબંધ છે. કેદીના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
મૂળી તાલુકાનાં ખંપાળીયા ગામે રહેતા અને ખેતી કરી જીવન ગુજારતા ૩૨ વર્ષના મહેશભાઇ જીવણભાઇ બાવળીયાને ગામના જ જેન્તિ ઉર્ફે ભુયડી ભાવુભાઇ બાવળીયાની પત્નિ સાથે આડા સંબધો હોવાની શંકાનાં આધારે જેન્તિ બાવળીયાએ તેની પત્ની પાસે જ મહેશને તા. ૩-૫-૨૦૨૪ની શુક્રવારની મોડી રાત્રે ફોન કરી તારું કામ છે તેમ કહી બોલાવી જેન્તિનાં પિતા ભાવુભાઇ મોહનભાઇ બાવળીયા અને કૌટુબિંક ભાઇ ગોપાલભાઇ જગાભાઇ બાવળીયાએ એક સંપ કરી ધારીયા અને પાઇપ લઇ મહેશભાઇ પર તૂટી પડી ઢોર માર મારી ઇજાઓ પહોંચાડી હતી. મળતક મહેશ અને જેન્તિની પત્નિ કેટલાક સમયથી ફોન પર વાતો કરતા હોવાથી રાત્રે બાર વાગ્યા બાદ મહેશને તેની પત્નિ પાસે ફોન કરી બોલાવી કાસળ કાઢયાનું ચર્ચાઇ રહ્યું છે. કારણ કે જો બન્ને વચ્ચે સંબંધ હોય તો મહેશ મોડી રાત્રે એકલો આરોપી જેન્તિની વાડી જાય નહીં. આ બનાવમાં મોબાઇલ તેમજ બાઇકમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ઇજાગ્રસ્ત મહેશને તાત્કાલિક પ્રથમ મૂળી સરકારી હોસ્પિટલ અને બાદમાં ત્યાંથી સુરેન્દ્રનગર લઇ જતા હતા. ત્યાં ડોક્ટરે મહેશ બાવળીયાને મળત જાહેર કરતા ૩ પુત્રી, ૧ પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ હત્યાના બનાવમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
જેમાં ભાવુભાઇ મોહનભાઇ બાવળીયા સુરેન્દ્રનગરની જેલમાં સજા ભોગવતા હતા. પરંતુ તા. ૧૦-૧૧-૨૦૨૪ની રાત્રે ભાવુભાઈનું મોત થયું હતું. તેમના મળતદેહને સુરેન્દ્રનગર બાદ પીએમ માટે રાજકોટ લઇ જવાયા હતા. આ અંગે જેલર કે.વી.ગઢવીએ જણાવ્યું કે, આ કેદી અગાઉ બિમાર હતા અને લકવાની અસર હતી. તેમની સારવાર ચાલુ હતી. આ ઉપરાંત તેમને લો બીપીની તકલીફ હતી. આથી બિમારીના કારણે તેમનું મોત થયું છે. તેમ છતા તેમના મળતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ લઇ જવામાં આવ્યો છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
