News of Tuesday, 12th November 2024
ગોંડલમાં સાંજે તુલસી વિવાહઃ જયરાજસિંહ જાડેજા પરિવારના મહેમાન બનશે ભુપેન્દ્રભાઇ
સાંજે વાછરાથી જાનનું આગમનઃ રાત્રે લોકડાયરાની જમાવટઃ ફુલેકામાં હાથી, ઘોડા, ઉંટ, રથ, બગીઓ જોડાશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૧૨ : ધારાસભ્ય ગીતાબા તથા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા તુલશીવિવાહ નાં કરાયેલા આયોજન માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કેબીનેટ મંત્રીઓ હાજર રહેનાર હોય ગોંડલ પોલીસ છાવણી માં ફેરવાયું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર થી હેલીકોપ્ટર મારફત સાંજે ચાર કલાકે ગોંડલ પંહોચશે.આ માટે એસ.આર.પી ગ્રાઉન્ડ પર હેલીપેડ બનાવાયુ છે.
જયરાજસિહ જાડેજાનાં નિવાસસ્થાને શાલીગ્રામ ભગવાન અને તુલશી માતાનાં વિવાહ સાંજે ચાર કલાકે યોજાશે. વાછરાથી જાન ચાર કલાકે ગોંડલ પંહોચશે.કોલેજચોક ખાતે જાનનાં સામૈયા થશે.બાદ માં ફુલેકા રુપે જયરાજસિહનાં નિવાસસ્થાને પહોચશે. ફુલેકામાં હાથી,ઘોડા,ઉંટ,રથ,બગીઓ જોડાશે. મુખ્યમંત્રી સહિત નાં મંત્રીઓ ફુલેકામાં જોડાઇ લગ્નનો લ્હાવો લેશે.
વિવાહ સંપ્પન થયા બાદ સાંજે સાડા છ કલાકે જાન વિદાય લેશે. બાદમાં રિવર સાઈડ પેલેસ ખાતે ભોજન સમારોહ યોજાશે.જેમાં અંદાજે વીસ હજાર લોકો ભોજન લેશે તેવો અંદાજ છે.રાત્રે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં લોકડાયરાનું આયોજન કરાયુ છે.જેમા કીર્તીદાન ગઢવી સહિત નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેનાર છે.
મુખ્યમંત્રી લગ્નમાં હાજરી આપી તુરંત ગાંધીનગર રવાના થનાર છે.
મુખ્ય મંત્રી સહિત અડધુ પ્રધાન મંડળ ગોંડલ આવનાર હોય પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.
અડધુ પ્રધાનમંડળ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેશે
ગોંડલ, તા.,૧૨: ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ જાડેજા નાં આંગણે યોજાયેલ તુલશીવિવાહનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્યનાં ગળહમંત્રી હર્ષ સંઘવી, કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઇ પટેલ, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત સરકારનાં ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, પુનમબેન માડમ, રામભાઈ મોકરીયા સહિત ઉપસ્થિત રહેશે.
ભુપેન્દ્રભાઈ પટેલનુ સાંજે
આગમન :પોલીસ કાફલો ખડકાયો
૭ ડીવાયએસપી,૧૭ પીઆઇ, ૪૨ પીએસઆઈ, ૪૫૫ પોલીસ જવાન, જીઆરડી સહિત ૭૨૦ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત
ગોંડલ, તા.,૧રઃ ધારાસભ્ય ગીતાબા તથા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા તુલશીવિવાહ નાં કરાયેલા આયોજનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કેબીનેટ મંત્રીઓ હાજર રહેનાર હોય ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
ડીવાયએસપી કે.જી.ઝાલા નાં જણાવ્યાં મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં બંદોબસ્ત માં ૭ ડીવાયએસપી,૧૭ પીઆઇ, ૪૨ પીએસઆઈ, ૪૫૫ પોલીસ જવાન,જીઆરડી સહિત ૭૨૦ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રખાયો છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
