<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

આમરણમાં કાસુન્‍દ્રા પરિવાર દ્વારા શ્રી બહુચરાજી મંદિરે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા.૧૨: આમરણ ખાતે આવેલ સમસ્‍ત કાસુન્‍દ્રા પરિવારના કુળદેવીશ્રી બહુચરાજી મંદિર ધામના સાનિધ્‍યમાં પરંપરાગત નવા વર્ષનો સ્‍નેહમિલન, નવચંડી યજ્ઞ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓનો સન્‍માન સમારોહ સહિતનો ત્રિવિધ  બે દિવસીય કાર્યક્રમ આજે સંપન્ન થયો હતો. છેલ્લા ૩૫ વર્ષથી ઉજવાતા આ કાર્યક્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતભરમાં વસતા કડવા પાટીદાર કાસુન્‍દ્રા પરિવારજનોએ વિશાળ સંખ્‍યામાં હાજરી આપી ધામધુમપૂર્વક ઉજવણી કરી હતી. રાત્રિના રાસ-ગરબા સહિતના સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે મુખ્‍ય યજમાન અંબારામભાઇ રામજીભાઇ કાસુન્‍દ્રા (રવાપર) તેમજ પ્રવીણભાઇ પોપટભાઇ કાસુન્‍દ્રા(બેલા) જગદીશભાઇ ગોવિંદભાઇ કાસુન્‍દ્રા (રામગઢ) વગેરે મુખ્‍ય દાતાઓનું સમસ્‍ત કાસુન્‍દ્રા પરિવારના પ્રમુખ પ્રાણજીવનભાઇ કાસુન્‍દ્રા, મંત્રી હરિભાઇ કાસુન્‍દ્રા વગેરે અગ્રણીઓના હસ્‍તે શાલ ઓઢાડી જાહેર સન્‍માન કરાયું હતું.

આ તકે ધો.૧૦થી ઉચ્‍ચ અભ્‍યાસમાં અનેરી સિધ્‍ધી હાંસલ કરનાર તેજસ્‍વી વિદ્યાર્થીઓને શિલ્‍ડ અર્પણ કરી સન્‍માન કરાયું હતું. તદપરાંત તબીબી, એન્‍જિનીયરીંગ સહિત વિવિધક્ષેત્રે આગવું પ્રદાન આપનાર પરિવારના તેજસ્‍વી ભાઇ-બહેનોનું વ્‍યકિત વિશેષ તરીકે બહુમાન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદુભાઇ કાસુન્‍દ્રાએ કર્યું હતું.

સમસ્‍ત કાસુન્‍દ્રા પરિવારના પ્રમુખ પ્રાણજીવનભાઇ કાસુન્‍દ્રા મંત્રી હરિભાઇ કાસુન્‍દ્રા, ગોપાલભાઇ કાસુન્‍દ્રા, બાબુભાઇ કાસુન્‍દ્રાના માર્ગદર્શન હેઠળ યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(11:24 AM IST)