<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

સરેન્‍દ્રનગરમાં દારૂ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ

સાયલા પાસે દારૂ સાથે ભાવનગરી ઝડપાયો

 સુરેન્‍દ્રનગર બી ડીવીઝન પીએસઆઈ એસ.એમ.શેખ, દિનેશભાઈ, ગૌરાંગભાઈ સહિતનાઓને શુક્રવારે સાંજે પેટ્રોલીંગ દરમીયાન ગણપતી ફાટસર તરફથી ઉપાસના સર્કલ તરફ વિદેશી દારૂ ભરેલ ક્રેટા કાર આવતી હોવાની બાતમી મળી હતી.આથી વોચ રાખી હતી. આ દરમીયાન બાતમીવાળી કાર આવતા તેને રોકી તપાસ કરાઈ હતી. જેમાં કારમાંથી   સરસ્‍વતીનગરમાં રહેતા સીધ્‍ધરાજસીંહ પ્રદ્યુમનસીંહ ઝાલા, વઢવાણ દુધની ડેરી પાછળ રહેતા નરેન્‍દ્રસીંહ હરિચંદ્રસીંહ ઝાલા અને રતનપરની માંડવરાયજી સોસાયટીમાં રહેતા જશપાલસીંહ જામભા પરમાર બીયરના ટીન સાથે ઝડપાયા હતા. પોલીસે ૨૬ બીયરના ટીન કિંમત રૂપીયા ૨,૯૩૮, રૂપીયા ૫૦ હજારના પ મોબાઈલ  મળી રૂા. ૫,૫૨,૯૩૮ની મત્તા સાથે ત્રણેયની ધરપકડ કરી  ગુનો નોંધ્‍યો છે.

મુળી પોલીસ ટીમના આર.ડી.પરમાર સહિતનાઓ સાયલા ત્રણ રસ્‍તે ટ્રાફીક ડ્રાઈવમાં હતા. ત્‍યારે નંબર પ્‍લેટ વગરનું નવુ બાઈક આવતા નજરે પડતા તેને રોકી તપાસ કરાઈ હતી. જેમાં બાઈક ચાલક ભાવનગરના નારીરોડ રહેતા નીતેશ જુગલભાઈ ગુજરે જણાવ્‍યુ કે, બેસતા વર્ષના દિવસે જ તેણે બાઈક છોડાવ્‍યુ છે. જયારે આ શખ્‍સની તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની ૨ બોટલ મળી આવી હતી. આથી રૂપીયા ૫૦ હજારનું બાઈક અને રૂપીયા ૧૧૨૨ની દારૂની બોટલો સહિત રૂપીયા ૫૧,૧૨૨ની મત્તા સાથે તેની ધરપકડ કરાઈ હતી. આ શખ્‍સની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ લીંબડીના દેવરાજ વાલાભાઈ ભરવાડ પાસેથી લાવ્‍યો હોવાનું ખુલતા બન્ને સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

(11:26 AM IST)