News of Tuesday, 12th November 2024
આજે દેવદિવાળીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં સાંજે તુલસી વિવાહ
તુલસીજી અને ઠાકોરજીના શુભ લગ્નનું અનેક જગ્યાએ આયોજનઃ ભાવિકોમાં ઉત્સાહ

રાજકોટ, તા., ૧૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે દેવદિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સાંજે ફટાકડાની આતશબાજી થશે. અને તુલસી વિવાહ પ્રસંગોની પણ અનેક જગ્યાએ ઉજવણી થશે.
માણાવદર
(ગીરીશ પટેલ દ્વારા) માણાવદરઃ માણાવદરમાં ભગવાન શાલીગ્રામ વિષ્ણુજી વરપક્ષે બાલા ચૈતન્ય હનુમાન મંદીરથી તા.૧ર-૧૧ સાંજે ૬ વાગ્યે જાનપ્રયાણ થશે. સામાપક્ષે કન્યા પક્ષે વૃંદા તુલસીજી પક્ષે ઉમીયા મહિલા મંડળ હશે. શુભવિવાહ પ્રસંગે શાષાોકતવિધિ પુર્વક ૧ર-૧૧ને હસ્તમેળાપ ૯ કલાકે દુધેશ્વર મહાદેવ મંદીર ખાતે શુભ તુલશી વિવાહ યોજાશે. જેમાં બંને પક્ષોએ આ તુલશીવિવાહમાં ધર્મપ્રેમી જનતાએ ભાગ લેવા વિનંતી કરાય છે.
ભાવનગર
(મઘેના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ તુલસી વિવાહ એટલે માતા લક્ષ્મીના સ્વરૂપરૂપી તુલસીજી જ્યારે ભગવાન વિષ્ણુ કે જે કળષ્ણના આઠમા અવતાર છે જે આજે શાલીગ્રામ સ્વરૂપ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ત્યારે કારતક સુદ અગિયારસ ખૂબ પવિત્ર દિવસમાં પરિણમે છે જે હિન્દુ ધર્મના પ્રકળતિ પ્રત્યેના પ્રેમને ખૂબ તાદ્રશ્ય રીતે પવિત્ર રીતે જોડાણ પ્રતીક બની રહે છે ત્યારે ભાવનગરના રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા લખુભા હોલ તુલસી ચોક આગળ દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં છે ત્યારે દરેક વખતે જુદી જુદી થીમ ઉપર વિશાળ કલાત્મક રંગોળી રૂપે ભગવાનનું માતમ જળવાઈ એ રીતે ધાર્મિક ભાવના પ્રગટ કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે ભગવાન વિષ્ણુના સ્વરૂપને માલધારી ગોપાલક સમાજના પ્રેમ અને વ્યવસાયના આધાર રૂપ ગૌમાતાને સાંકેતાત્મક રીતે રજૂ કરી શકાય એ માટે ભગવાન કળષ્ણની પ્રિય એવા માલધારી પશુપાલક ગોવાલકોની આધાર રૂપ એવી માઁ ગૌ માતાનાને બંને સ્વરૂપ માં (૧) કળષ્ણરૂપે વરરાજા શાલીગ્રામ અને પવિત્રતાનું પ્રતીક એવામાં (૨)તુલસીજીની લગ્નગ્રંથીથી જોડાતા હોય એવું સુંદર લાગણીસભર પ્રતિકાત્મક પેઇન્ટિંગ ગુજરાતના ખૂબ જાણીતા ગોલ્ડ મેડાલિસ્ટ આર્ટિસ્ટ પૂજાબેન પંડિત-જાની દ્વારા લખુભા હોલના તુલસી ચોકના આંગણે કરવામાં આવ્યું છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
