<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ધાંગધ્રાના સોલડી ગામ નજીક કંપનીમાં ચડ્ડી બનીયાન ગેંગ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ

 વઢવાણ : ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ વિસ્‍તારોમાં ચડ્ડી બનીયાન ગેંગ દેખા દીધી છે ત્‍યારે ખાનગી કંપનીમાં ૯ નવેમ્‍બરના રોજ મોડી રાત્રે ચડ્ડી બનીયાન ધારી ગેંગ ત્રાટકી હતી જેમાં પાચ સભ્‍યો  શટર તોડી કંપનીમાં પ્રવેશ્‍યા હતા. જે બાબતના પણ સીસીટીવી ફુટેજ   સામે આવ્‍યા છે જોકે કંપનીના સંચાલકો  દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે કોઈ કીમતી ચીજ વસ્‍તુ ની ચોરી નહી થઈ હોવાથી આ બાબતે કોઈ પ્રકારની ફરિયાદ નોંધાવી નથી પરંતુ ધ્રાંગધ્રા પંથકમાં રાત્રે ના સમયે ચડ્ડી બનીયાન ગેંગ દેખા દેતા હવે સ્‍થાનિ લોકોમા પણ ફફડાટ ફેલાયો છે ત્‍યારે રાત્રિના સમયે પોલીસે દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી હતી.

(11:30 AM IST)