News of Tuesday, 12th November 2024
ખંભાળીયા પાસે દારૂ સાથે ૪ શખ્સ પકડાયા

ખંભાળીયાઃ લાલપુર રોડ, ભાંભુડાની ધાર મહાદેવ મંદિર પાસે એક્સયુવી ૩૦૦ રજી. નંબર જીજે-૧૦-ડીજે-૧૧૧૮ ની કાર રોકાવી તપાસ કરતા દારૂ કુલ - ૪૨ નંગ બોટલો મળી આવતા કુલ બોટલ નંગ- ૪૨ કિ.રૂ. ૧૫૩૭૨/- તથા એક્સયુવી કાર કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૧૫,૩૭૨/- ના મુદામાલ સાથે (૧) ભરત દેવાયતભાઇ કરમુર ઉ.વ.૨૨ રહે. જામનગર, દરેડ ખોડીયાર નગર તા.જી.જામનગર (૨) કાર્તિક દેવાણંદભાઇ ચાવડા ઉ.વ. ૨૦ રહે. વિરપર ગામ તા.કલ્યાણપુર જી.દેવભૂમિ દ્વારકા (૩) કરણ વિરભાઇ સોલંકી ઉ.વ. ૨૦ રહે. વિરપર ગામ તા.કલ્યાણપુર જી.દેવભૂમી દ્વારકા (૪) વિજય કેશુરભાઈ ગોજીયા ઉ.વ. ૨૦ રહે.જામનગર દરેડને ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં એલ.સી.બી. PI શ્રી કે.કે.ગોહિલ નાઓની સુચના મુજબ PSI બી.એમ. દેવમુરારી, એ.એલ.બારસીયા, પી.જે.ખાંટ, એસ.એસ.ચૌહાણ, એસ.વી.કાંબલિયા તથા ASI સજુભા જાડેજા, ભરતભાઇ ચાવડા, ડાડુભાઇ જોગલ HC દિનેશભાઇ માડમ, પ્રવિણભાઇ માડમ વિગેરે જોડાયા હતા.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
