<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ધ્રોલમાં કાલે શ્રી દશા શ્રી માળી જૈન સુખડીયા સમાજ દ્વારા સમુહલગ્ન : ૯ દંપતિ પ્રભુતામાં પગલા પાડશે

કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના સાથે ૧૧૧ વસ્‍તુઓ અપાશે : અન્‍નકોટ અને ૧૦૦૮ દિવડાની મહાઆરતી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૧૨ :  સ્‍માર્ટ સુખડીયા સમૂહ લગ્ન સમિતિ દ્વારા સતત છેલ્લા ૨ વર્ષ થી ભગવાન શ્રી દ્વારકાધીશના અધ્‍યક્ષ સ્‍થાને શ્રી દશાશ્રીમાળી જૈન સુખડીયા સમાજના દીકરા-દીકરીઓ માટે આજની પેઢીના સ્‍વપ્ન પૂર્તિ સમાં જાજરમાન સમુહલગ્ન અને તુલસીવિવાહનું હાઇટેક આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ એ પરંપરાને આગળ વધારતા જાજરમાન સમુહલગ્નના સ્‍વપ્નદ્રષ્ટા અને જૈન અગ્રણી નિતીનભાઈ માંડલિયા-ધ્રોલ વાળા અને એમની ટીમ દ્વારા સમાજની નહિ પણ પોતાની દીકરીઓને વળાવતા હોય એવા ઠાઠ માઠ થી તા.૧૩ બુધવારે ધ્રોલ મુકામે ૯ દીકરીઓ ના જાજરમાન સમૂહલગ્ન રાખવામાં આવ્‍યા છે. આ સમુહલગ્ન માં દીકરીઓને ૧૧૧ વસ્‍તુનો જાજરમાન કરિયાવર આપવામાં આવશે.

જેમાં ૨૭ વસ્‍તુઓ સોના-ચાંદીની છે.  સમુહલગ્નનું આયોજન આયોજકો દ્વારા પોતાના સ્‍વદ્રવ્‍યથી કરવામાં આવે છે. તેમજ સમુહલગ્ન સાથે તુલસી વિવાહ અને દીકરીઓનું લક્ષ્મી પૂજન પણ રાખવામાં આવેલ છે. તેમજ ભગવાન શ્રી દ્વારકાધીશ ની ૧૦૦૮ દીવડા ની મહાઆરતી અને ૫૬ ભોગ અન્‍કોટ નું પણ આયોજન કરેલ છે. આ ભવ્‍ય આયોજન ને સફળ બનાવવા જાજરમાન સમુહલગ્નના સ્‍વપ્નદ્રષ્ટા   નિતીનભાઈ માંડલિયા-ધ્રોલ તથા   રસિકભાઈ પાનસુરીયા,હસમુખભાઈ ધંધુકિયા-રાજકોટ, વિરાભાઈ વસાણીયા-ધોરાજી,  વિજયભાઈ માંડલિયા- નંદુરબાર, કિશોરભાઈ પંચાસરા-વર્ધા, મહાસુખભાઈ શેઠ-થાનગઢ, દીપકભાઈ ઝીઝુંવાડિયા-સાવનેર, કમલેસભાઈ ચૌહાણ-પવની, ઉમેશભાઈ હળવદિયા-જામનગર, આનંદભાઈ માંડલિયા-મોરબી વાળા, દિનેશભાઈ ધંધુકિયા-જોડિયા, દિનેશભાઈ હળવદિયા-હળવદ, જીન્‍દતભાઈ હળવદિયા-હળવદ, મેહુલભાઈ સુખડીયા-સાણંદ, રોબનભાઈ કંદોઈ,કમલભાઈ ખિલોસીયા-ભુજ, રાજેશભાઈ ખિલોસીયા -મુંબઇ, અમિતભાઈ શેઠ-અમદાવાદ, કમલેશભાઈ શેઠ સેવમમરા વાળા - નિલેષભાઈ માંડલિયા -ધ્રોલ, અંકીતભાઈ હળવદિયા -રાજકોટ, પ્રિન્‍સભાઈ શેઠ-સુરેન્‍દ્રનગર, જીતેન્‍દ્રભાઈ ખિલોસીયા - હિંગના, મયુરભાઈ માંડલિયા - કેજ, સુનીલભાઈ રાણપરીયા -સુરેન્‍દ્રનગર, અમોલભાઈ શેઠ - મુંબઈ વાળા સૌના સહિયારા પરિશ્રમ અને સાથ સહકાર થકી આ ભવ્‍ય આયોજન થવા જઈ રહ્યું છે. સંપર્ક સેતુ નિતીનભાઈ માંડલિયા-ધ્રોલ (મો.૯૮૭૯૯૯૩૩૦૪)નું યાદીમાં જણાવેલ  છે.

(1:05 PM IST)