News of Tuesday, 12th November 2024
ગોંડલના વોરાકોટડા પાસે બાઇક સાઇડમાં લેવા પ્રશ્ને યુવાન સહિત ત્રણ ઉપર હુમલો
જતિ પ્રત્યે અપમાનીત કરી દેવચડીના દિગુભા, હકુભા, તથા ૫ થી ૭ અજાણ્યા શખ્સો પાઇપ- ધારીયા સાથે તૂટી પડયા

રાજકોટ તા. ૧૨: ગોંડલના વોરાકોટડા પાસે રસ્તામાંથી બાઇક સાઇડમાં લેવા પ્રશ્ને યુવાન સહિત ત્રણ ઉપર પાઇપ - ધારીયાથી હુમલો થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના વોરાકોટડા ગામે રહેતા અને મંજુરી કામ કરતા રતિલાલ રવજીભાઇ ભાયા (ઉ.૨૪) એ આરોપી દિગુભા રાજુભા ચુડાસમા , હકુભા અજાણ્યો શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદી તથા સાહેદ મયુરભાઇ બાબુભાઇ ભરવાડ વોરાકોટડાની બાંદ્ર જતા રોડ ઉપર ચાર ચોકડી પાસે પોતાના બાઇક લઇને ઉભા રહી વાતો કરતા તે દરમ્યાન અજાણ્યા શખ્સો છોટા હાથી ગાડી લઇને નીકળતા રસ્તામં બાઇક પડેલ હોય તે સાઇડમાં રાખવા અપશબ્દ બોલતા ફરીયાદી તથા આરોપીઓ વચ્ચે ઝધડો થતા આરોપીઓએ અન્ય આરોપીઓને ફોન કરી બોલાવતા આઇ- ૧૦ ગાડી તથા કાળા કલરની વર્નામાં આવેલા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી જાતિ પ્રત્યે અપમાનીત કરતા શબ્દો કહી લાકડા, પાઇપ, તથા ધારીયાથી હુમલો કરતા ફરિયાદી તેમજ વચ્ચે પડેલ ફરીયાદીના માતા તથા સાહેદ મયુરભાઇને ઇજા થતા ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ ફરિયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે એટ્રોસીટી સહિતની કલમો વળે ગુન્હો દાખલ કર્યો હતો.વધુ તપાસ ગોંડલના ડી.વાય.એસ.પી.કે.જી. ઝાલા ચલાવી રહ્યા છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
