News of Tuesday, 12th November 2024
જૂનાગઢ ઋષિરાજ આશ્રમ ખાતે પરિક્રમાંર્થીઓ માટે અન્નક્ષેત્રનો પ્રારંભ

તસ્વીરમાં ભોજન પિરસતા પુ. બાપુ તથા માતાજી (તસ્વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૨: જૂનાગઢના ભરડાવવા પાસે આવેલ શ્રી ઋષિરાજ આશ્રમ ગોશાળા ખાતે મહંત પુ. બલરામદાસ બાપુ અને તેમના શિષ્ય પુ. મહેશ્વરીદેવી માતાજી દ્વારા પરિક્રમાનો વિધીવત પ્રારંભ થાય તે પહેલા રવિવારથી બે દિવસ અગાઉ અન્નક્ષેત્ર શરૂ કરી દેવામાં આવ્યુ છે.
પુ. બલરામદાસ બાપુ જણાવ્યું હતું કે આ અન્નક્ષેત્રમાં ૧૨૫ શુધ્ધ સિંગતેલના ડબ્બા અને ૫૦ ચણાના લોટના કટા માંથી ૨૩૫૦ કિલો ચંપાકલી ગાંઠીયા અને ૬૫૦ કીલો ગુંદી બનાવવામાં આવેલ છે. આ અન્ન ક્ષેત્રમાં ૨૫ થી વધુ સ્વંયસેવકો દ્વારા ગુંદી ગાઠીયા ઉપરાંત બાજરાના રોટલા રીંગણાનો ઓળો રોટલી કઢી ખીચડી સેવટમેટા રિંગણા બટેટાના શાક વગેરે ભાવ પૂર્વક પિરસવામાં આવે છે. છેલ્લા એક દાયકાથી મહાશિવરાત્રી અને પરિકર્મા દરમ્યાન પુ. બલરામદાસ બાપુ તથા પુ. મહેશ્વરી દેવીજી દ્વારા અન્નક્ષેત્ર સતતન એક અઠવાડીયા સુધી ચાલુ રાખવમાં આવે છે.
ચાલુ વર્ષે પણ પરિક્રમાના બે દિવસ અગાઉ આ અન્નક્ષેત્ર શરૂ કરાયુ છે. અને સૌથી છેલ્લે બંધ આ આશ્રમ દ્વારા સંચાલિત ગોૈ શાળામાં ૧૫ થી વધુ ગાયો નિભાવવામાં આવે છે. જેનુ દુધ છાસ પણ આ અન્નક્ષેત્ર માં પિરસવામાં આવે છે. ઉપરાંત આ આશ્રમ દ્વારા મહિનામાં ત્રણ વખત બટુક ભોજન જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કિટો સહિતની સેવા આપવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃતિમાં સહભાગી થવા ઇચ્છતા દાતા ઓએ મો. ૭૬૨૩૯ ૦૬૫૨૮ ઉપર સંપર્ક સાધવા અપીલ કરવામાં આવેલ છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
