<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

જૂનાગઢમાં રહેતા મિત્ર કાળુ માટે વિદેશી દારૂની ૨૪ બોટલ લઈને આવેલ સુરતી પકડાયો

ઉદયપુરના વતની સેલ્‍સમેનને ક્રાઈમ બ્રાન્‍ચે ૪૧, ૨૯૨નાં મુદ્દામાલ સાથે દબોચી લીધો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા., ૧૨:  જૂનાગઢમાં રહેતા મિત્ર માટે ૨૪ બોટલ દારૂ લઈને આવેલ સુરતના સેલ્‍સમેનને ક્રાઈમ બ્રાન્‍ચે ઝડપી લઈ રૂપિયા ૪૧,૨૯૨નો મુદ્દામાલ કબ્‍જે લીધો હતો.

એસપી હર્ષદ મહેતાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્‍ચનાં પી.આઈ જે. જે. પટેલ અને તેમનો સ્‍ટાફ સોમવારે વહેલી સવારે ૪:૩૦ વાગ્‍યે ગિરનાર પરિક્રમા બંદોબસ્‍ત સબબ પેટ્રોલિંગમાં હતો. ત્‍યારે ઇગલ મંદિર પાસે દોલતપરા નજીક માર્બલ સામે અંધારામાં એક શખ્‍સ બે થેલા લઈને શંકાસ્‍પદ હાલતમાં જણાતા તેની પાસેના થેલાની તલાશી લેતા રૂપિયા ૩૬,૧૬૨ની કિંમતના ઇંગ્‍લિશ દારૂની ૨૪ બોટલ મળી આવી હતી.

ક્રાઈમ બ્રાન્‍ચે શખ્‍સનું નામ પૂછતા રાજસ્‍થાનના ઉદયપુરનો વતની અને હાલ સુરતમાં પર્વત પાટિયા પાસે રહેતો સેલ્‍સમેન ૩૧ વર્ષીય સતીશ કિશન ચાંડક હોવાનું જણાવ્‍યું હતું.

પૂછપરછમાં સેલ્‍સમેને દારૂનો જથ્‍થો રાજસ્‍થાનના ઉદયપુર જિલ્લાના હાથીપોલ સુરજ પોલ વિસ્‍તારમાંથી વેચાણ અર્થે લીધો હોવાનું અને અને જૂનાગઢમાં રહેતો મિત્ર કાળુભાઈ નામના ૮૧૨૮૪ ૬૬૮૯૯, ૯૪૦૯૦ ૬૪૬૩૯ નંબરના મોબાઈલ ધારકના કહેવાથી લાવ્‍યો હોવાનું જણાવ્‍યું હતું.

એલસીબીએ સતીશ કિશનની ધરપકડ કરી દારૂ સહિત કુલ રૂપિયા ૪૧,૨૯૨નો મુદ્દામાલ કબજે લઈ કાળુ વગેરે સામે એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(1:56 PM IST)