News of Tuesday, 12th November 2024
ગિરનાર પરિક્રમા કરવા આવેલા વાંકાનેરના વધ્ધ ભાવિકનું હાર્ટ એટેકથી મોત
ભવનાથમાં ભરવાડ સમાજના ધાબા પર સુતા હતા ત્યારે હુમલો આવી ગયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૨ : ૪૨ કલાક વહેલી સોમવારે સવારે છ વાગ્યાથી શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમા કરવા આવેલા વાંકાનેરના એક વળદ્ધ ભાવીકનું નિંદ્રાધીન હાલતમાં હાર્ટ એટેક આવી જવાના કારણે મળત્યુ થતાં યાત્રિકોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
ગરવા ગિરનાર ફરતે યોજાયેલી પાવનકારી પરિક્રમામાં જોડાઈને પુણ્યનું ભાથું બાંધવા માટે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા છે. અને મંગળવારની સવારે એક લાખથી વધુ યાત્રિકોએ નળ પાણીની ઘોડી વટાવી પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી રાતે પહોંચવા માટે પ્રસ્થાન કર્યું હતું.
આ દરમિયાન મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે રહેતા ૫૯ વર્ષના હમીરભાઈ કાળાભાઈ બામકા નામના વળદ્ધ ભાવીક ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે આવ્યા હતા. અને ભવનાથમાં હીરા ભગતની જગ્યા ભરવાડ સમાજના ધાબા ઉપર સુતા હતા ત્યારે તેઓનું હાર્ટ એટેક આવવાથી મળત્યુ નીપજ્યું હતું.
આ અંગેની જાણ ભવનાથમાં લંબે હનુમાનની જગ્યા સામે રહેતા ગોવિંદભાઈ ઓઘડભાઈ મેવાડાએ કરતા ભવનાથ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને વળદ્ધ ભાવીકના મળતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુ તપાસ પીએસઆઇ વાય. એન. સોલંકી ચલાવી રહ્યા છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
